PHOTOS: કોણ છે આ રિહાના, જેના 6 શબ્દોએ બદલી નાખી ખેડૂત આંદોલનની હવા

રિહાના આ સમયે દરેક ભારતીયના મુખે ચર્ચાતું નામ છે. ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના(Rihanna) એ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર ટ્વીટ કર્યું છે. જેના પરથી તેના નામની ચર્ચા ટ્વીટર પર જોરશોરથી થઈ રહી છે. ત્યારે કોણ છે રિહાના અને તેની કારકિર્દી કેવી રહી છે આવો જાણીએ.

ઈન્ટરનેશન પોપ સ્ટાર રિહાના (Rihanna)  ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર ટ્વીટ કર્યા પછી ભારતીયોની વચ્ચે ચર્ચામાં છે. બાર્બાડોસમાં એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી નીકળીને સફળતાના શિખર પર પહોંચનારી રિહાનાએ પોપ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાના ત્રીજા આલ્બમ ગુડ ગર્લ ગોન બેન્ડથી ખળભળાટ મચાવી દીધો હતો. અને આ આલ્બમ માટે તેને પહેલો ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. 16 વર્ષમાં દુનિયાની સુપરહિટ સ્ટાર બની ગઈ રિહાના હતી. પોપ સ્ટાર રિહાના 4400 કરોડની માલિક છે. તેના 6 શબ્દોએ ખેડૂત આંદોલનની હવા બદલી નાખી. 

બાર્બેડિયન-ગયાના માતા-પિતાનું સંતાન

1/8
image

રિહાના એક કેરેબિયન પોપ સિંગર છે. જે બાર્બાડોસની રહેવાસી છે. રિહાનાના ટ્વીટર પર 100 મિલિયન ફેન ફોલોઈંગ છે. રિહાનાનું આખું નામ રોબિન રિહાના ફેન્ટી છે. બાર્બાડોસમાં ઉછરેલી રિહાનાના પિતા બાર્બેડિયન હતા અને માતા ગયાનાની રહેવાસી છે. રિહાનાનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાં પસાર થયું. તેના પિતા એક ડ્રગ એડિક્ટ અને નશેડી હતા. જેના કારણે રિહાનાની માતા અને પિતાના છૂટાછેડા થઈ ગયા. જોકે તમામ મુશ્કેલીઓ હોવા છતાં રિહાના આજે એમિનેમ, કેલ્વિન હેરિસ, કેની વેસ્ટ, જે-જી જેવા લેજન્ડરી કલાકારોની સાથે કામ કરી રહી છે, અને એક ટ્રેડિશનલ મ્યુઝિક આર્ટિસ્ટ સિવાય ચેરિટી માટે પણ જાણીતી છે.  

15 વર્ષની ઉંમરમાં બનાવ્યું ગર્લ ગ્રૂપ, 2005થી રિહાના દુનિયાની બની ગઈ સેન્સેશન

2/8
image

15 વર્ષની ઉંમરમાં રિહાનાએ પોતાના બે ક્લાસમેટ સાથે મળીને એક ગર્લ ગ્રૂપ બનાવ્યું હતું. તેણે મ્યુઝિક પ્રોડ્યુસર ઈવાન રોજર્સને ઓડિશન આપ્યું હતું જ્યારે તે પોતાની પત્ની સાથે બાર્બાડોસ ફરવા માટે આવ્યા હતા. અને તે રિહાનાના અવાજથી પ્રભાવિત થયા હતા. એક વર્ષની અંદર જ રિહાના જ્યારે 16 વર્ષની હતી ત્યારે તે બાર્બાડોસ છોડીને અમેરિકા આવી ગઈ અને એક આલ્બમ પર કામ શરૂ કરી દીધું. જેના પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. રિહાનાને શોધનારા હતા અમેરિકન સોંગ રાઈટર અને રેકોર્ડ પ્રોડ્યુસર ઈવાન રોજર્સ. જેમણે પોતાનું ગીત રેકોર્ડ કરવા માટે અમેરિકામાં તેને ઈન્વાઈટ કરી હતી. વર્ષ 2005માં ડેફ જેમ રેકોર્ડિંગ્સ સાથે તેણે કરાર કર્યો અને પહેલા બે આલ્બમથી તે આખી દુનિયામાં છવાઈ ગઈ. રિહાનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મ્યુઝિક ઓફ ધ સન અને અ ગર્લ લાઈક મી થી કરી હતી. તેની સાથે જ તે રિહાના હવે આખી દુનિયામાં જાણીતી બની ગઈ છે. પોતાની શાનદાર અને જાદુઈ અવાજ, ફેશનેબલ અંદાજના કારણે તેણે આખી દુનિયામાં પોતાના ફેન્સની સંખ્યામાં વધારો કરી દીધો.

સેવાનું કામ કરી રહી છે રિહાના, એઈડ્સ સામે જાગૃતતા અભિયાનથી 100 મિલિયન ડોલર એકઠા કર્યા

3/8
image

વર્ષ 2006માં જ્યારે માત્ર 18 વર્ષની હતી ત્યારે તેણે બિલીવ ફાઉન્ડેશન બનાવ્યું હતું. આ પબ્લિક સંસ્થા કેન્સર, એઈડ્સ અને લ્યૂકેમિયા જેવી બીમારીઓ સાથે જોડાયેલા બાળકોની મદદ કરે છે. આ સિવાય સંસ્થા ગરીબ બાળકોને આર્થિક સહાયતા પણ કરે છે. વર્ષ 2008માં રિહાનાએ અનેક સેલેબ્સને જોઈન કરતાં એઈડ્સ સામે જાગૃતતા અભિયાન માટે એક ફેશન કેમ્પેઈનમાં ભાગ લીધો હતો. આ કેમ્પેઈનને એચ એન્ડ એમ નામની કંપનીએ કરાવ્યું હતું. આ વર્ષે રિહાનાએ એક ટીવી સ્પેશિયલ સ્ટેન્ડ અપ ટૂ કેન્સરમાં ભાગ લીધો હતો. કેન્સર રિસર્ચ માચે કરવામાં આવેલ આ કાર્યક્રમ દ્વારા 100 મિલિયન ડોલર્સની આશ્વર્યજનક રકમ એકત્ર કરવામાં સફળ રહી હતી

માતૃભૂમિમાં રહેતા લોકો માટે સંસ્થાની સ્થાપના

4/8
image

રિહાનાએ તેના પછી 2012માં ક્લારા લિયોનલ ફાઉન્ડેશન નામની સંસ્થાની શરૂઆત કરી હતી. ક્લારા અને લિયોનલ રિહાનાના દાદા-દાદીના નામ છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય બાર્બાડોસમાં રહેનારા લોકો માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સુવિધા પૂરી પાડે છે. તે સિવાય બાર્બાડોસમાં અવારનવાર તોફાનથી પ્રભાવિત લોકોને પણ આ સંસ્થા મદદ કરે છે.

દાન કરવામાં અવ્વલ રિહાના, 2016માં 2 બિલિયન ડોલર્સથી વધારેની રકમ એકત્ર કરી

5/8
image

રિહાનાએ બાર્બાડોસમાં ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં મોડર્ન રેડિયોથેરેપીના સામાન માટે 1.75 મિલિયન ડોલર્સ ડોનેટ કર્યા હતા. વર્ષ 2013માં એક લિપસ્ટિક કેમ્પેઈનમાં જોડાઈ હતી. આ રકમ એઈડ્સની બીમારીનો ભોગ બનેલા મહિલાઓ અને બાળકો માટે હતા. આ કેમ્પેન દ્વારા 60 મિલિયન ડોલર્સની રકમ એકત્ર કરવામાં સફળતા મળી હતી. વર્ષ 2016માં રિહાનાએ ગ્લોબલ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન અને ગ્લોબલ સિટિઝન પ્રોજેક્ટની સાથે હાથ મિલાવ્યો હતો. ગ્લોબલ પાર્ટનરશીપ ઓફ એજ્યુકેશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વર્ષ 2018માં તેણે બ્રિટન, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા અને નોર્વેના લીડર્સને ઈન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફ્રેન્સમાં એડ્રેસ કરતાં 2 બિલિયન ડોલર્સથી વધારેની રકમ એકઠી કરી હતી.

કોરોના સામેની લડાઈમાં 8 મિલિયન ડોલર્સ આપ્યા

6/8
image

રિહાનાએ ક્લારા લિયોનલ ફાઉન્ડેશનના સહારે ન્યૂયોર્કના જરૂરિયાતમંદ લોકોને 1 મિલિયન ડોલર્સ, લોસ એન્જેલસમાં લોકો માટે 2.1 મિલિયન ડોલર્સ અને બીજી સંસ્થાઓને 5 મિલિયન ડોલર્સની મદદ પહોંચાડી હતી. રિહાનાની નેટવર્થ 600 મિલિયન ડોલર એટલે લગભગ 4400 કરોડ રૂપિયા છે. તે માત્ર મ્યૂઝિકના સહારે જ નહીં પરંતુ મેકઅપ અને લોન્જરી બ્રાંડના સહારે પણ કમાણી કરે છે.

રિહાનાએ કઈ સંસ્થાઓ સાથે કામ કર્યુ

7/8
image

પોપ સિંગરે બીડ 2 બીટ એઈડ્સ, સિટી ઓફ હોપ, ફીડિંગ અમેરિકા, સેવ ધ ચિલ્ડ્રન, યૂનિસેફ, અલ્ઝાઈમર એસોસિએશન, લિવ અર્થ, કિડ્સ વીશ નેટવર્ક, મિશન ઓસ્ટ્રેલિયા જેવી અનેક સંસ્થાઓની સાથે કામ કર્યુ છે. રિહાનાને પોતાના ચેરિટી વર્ક માટે પીટર હ્યુમેનેટિરિયન એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

કયા એવોર્ડ મળ્યા

8/8
image

રિહાનાને મળેલા એવોર્ડની વાત કરીએ તો તેમાં 9 ગ્રેમી એવોર્ડ્સ, 12 અમેરિકન મ્યૂઝિક એવોર્ડસ, 12 બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ્સ અને 6 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે. 2012, 2014 અને 2019માં ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરતી સેલિબ્રિટીમાં ટોપ 10માં હતી. રિહાના સૌથી વધારે અમીર ફીમેલ મ્યૂઝિશિયનમાંથી એક છે.