Photos: ભગવાન બુદ્ધિ વહેંચતા હતા ત્યારે આ ક્યાં હતા, જોઈ લેજો આ અકકલના ઓથમીરોને

Engineering Mistakes: આ બાંધકામો એન્જિનિયરોની મોટી ભૂલનું પરિણામ છે, જે તમને હસાવશે, પરંતુ આશ્ચર્યજનક પણ એટલા જ છે! દુનિયામાં એન્જિનિયરોનું કામ બાંધકામનું કામ કરવાનું છે. તમે દુનિયામાં જે પણ ઇમારતો, પુલ જુઓ છો તેની પાછળ એન્જિનિયરોનો મોટો રોલ હોય છે. આ એન્જિનિયરો ઘણી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા પછી તેમની ડિગ્રી લે છે. પરંતુ તમને કેટલાક એવા એન્જિનિયર પણ મળી જશે જેમણે ડિગ્રી સાથે છેતરપિંડી કરીને નોકરી લીધી હસે એવું તમને જોઈને જ ખબર પડી જાય. આવા એન્જીનીયરોના નિર્માણ કાર્યની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમને જોયા પછી તમારું હસવું રોકાશે નહીં. Bored Panda પર તેની તસવીરો શેર કરવામાં આવી હતી. તમે પણ જુઓ આ એન્જિનિયરોનો જાદુ.

1/10
image

આ એસ્કેલેટર પર ચડીને તમે ક્યાં જશો? તમે નીચેથી ઉપર આવશો, પણ એન્જીનિયર બાબુને જ પૂછો કે એ પછી ક્યાં જવાશે?

2/10
image

હવે તમે તેને શું કહેશો? એન્જિનિયરે પંખાની વચ્ચે પ્રોજેક્ટર લગાવ્યું. આ પ્રોજેક્ટર પંખો ચાલુ થતાં જ ટુકડા થઈ જશે.  

3/10
image

જેણે આ ટેલિફોન બૂથ બનાવ્યું, તેના દિમાગને સો તોપોની સલામી. આ તસવીર કોલંબિયામાં કેપ્ચર કરવામાં આવી છે. આટલી ઊંચાઈથી કોઈ કોઈને કેવી રીતે ફોન લગાવશે, એ વિચારવા જેવી વાત છે.

4/10
image

દરેક પર નજર રાખવા માટે આ એન્જિનિયરે સીસીટીવી લગાવ્યા  છે પરંતુ તેના પર સીધો બ્લોક લગાવી દીધો. જ્યારે તમે આ બ્લોક સામે મૂકો છો તો સીસીટીવી લગાવવાનો મતલબ શું?

5/10
image

આ બ્રિજનું શું કામ છે, તમારે એન્જિનિયરને પૂછવું પડશે. બ્રિજનું કામ એટલા માટે કરવામાં આવે છે કે નીચે હાજર અવરોધને સરળતાથી પાર કરી શકાય. પણ કદાચ આ જગ્યાએ આવી કોઈ જરૂર ન હતી.

6/10
image

આને કહેવાય દિમાગ. ઈજનેરે ઘડિયાળ તો લગાવી પણ તેની સામે એક પોલ પણ મૂક્યો. પરિણામ એ આવ્યું કે માત્ર અડધી ઘડિયાળ દેખાય હતી. જો કે, સસ્તી ડીગ્રી ધરાવતા ઈજનેરે તેનો પણ તોડ કાઢ્યો છે.

7/10
image

સિંકનું કામ નળના પાણીને કેપ્ચર કરવાનું છે, પરંતુ એવું લાગે છે કે આ સિંક આ હેતુ માટે બનાવવામાં આવ્યો ન હતો. તમામ નળનું પાણી નીચે પડી રહ્યું છે.

8/10
image

જુઓ આ બુદ્ધિશાળી એન્જિનિયરનું પરાક્રમ. આ બાળકોની સ્લાઈડ તેમને ઉપરથી નીચે લાવશે પણ તેમને સીધા ખાડામાં નાખી દેશે.

9/10
image

આ યુએસ પાર્કમાં પ્રવેશવા માટે પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ સાઈડમાંથી કોણ તેને પાર કરીને નહીં જાય. આ લોકો અકકલના ઓથમીરો છો

10/10
image

આ રેસ્ટોરન્ટમાં દિવ્યાંગો માટે શૌચાલય બનાવ્યું છે, પરંતુ તેમાં જવા માટે તમારે સીડીઓ પાર કરવી પડશે.