200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગ
Laxmi narayan Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
લક્ષ્મી નારાયણ રાજયોગ
વૈદિક જ્યોતિષ અનુસાર સમય-સમય પર શુભ અને રાજયોગનું નિર્માણ થાય છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દશેરા પર આ વખતે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બુધ અને શુક્રની યુતિથી બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને સફળતા મળી શકે છે. આવો જાણીએ લક્કી રાશિઓ કઈ છે.
તુલા રાશિ
તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમારા દ્વારા લેવામાં આવેલા ત્વરિત નિર્ણય અને કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. કાર્ય-વેપારમાં પણ પ્રગતિ થશે. આ સમયે આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન તમને ભાગીદારીથી કામમાં લાભ થશે. આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
મકર રાશિ
લક્ષ્મી નારાયણ રાજયોગ મકર રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના દશમ ભાવ પર બની રહ્યો છે. આ દરમિયાન તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સાથે વેપારમાં પ્રગતિ થશે. જો તમે આ દરમિયાન કોઈ નવું કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો આ રાજયોગ શુભ રહેશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.
કુંભ રાશિ
તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ શુભ ફળયાદી રહેશે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે જે લોકો પોતાના બિઝનેસમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે તેના માટે આ સમય અનુકૂળ છે. આગળ જતાં તેનાથી લાભ થશે. આ સમયે તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સાથે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. જે શુભ રહેશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos