Bedtime Drinks: રાત્રે સૂતા પહેલા જે-તે વસ્તુ ખાવા-પીવાને બદલે આ 5 ડ્રિંક્સ પીવાની આદત રાખો, નખમાં પણ નહીં રહે રોગ

Bedtime Drinks: આજના સમયમાં અનેક લોકો નાની ઉંમરમાં ડાયાબિટીસ અને બેડ કોલેસ્ટ્રોલથી પરેશાન જોવા મળે છે. તેનું કારણ તેમની લાઈફસ્ટાઈલ અને આહારની આદતો હોય છે. જે લોકોને આ ગંભીર સમસ્યાઓ હોય તેમણે આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને જો રાત્રે સુતા પહેલા કેટલીક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ અને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરી શકાય છે. 

ટમેટાનું સૂપ

1/5
image

ટમેટાનું સૂપ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ફાઈબર અને પોષક તત્વોથી ભરપુર હોય છે. રાત્રે તેને પીવાથી બેડ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં લાભ થાય છે. તમે દરરોજ રાત્રે સૂતા તેને પી શકો છો. 

તજનું પાણી

2/5
image

તજનું પાણી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ લેવલ માટે રામબાણ ગણાય છે. દરરોજ રાત્રે જમ્યા પછી અને સૂતા પહેલા તજનું ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

લસણનું પાણી

3/5
image

લસણનું પાણી કોલેસ્ટ્રોલને શોષી લે છે. આ પાણીમાં એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ગુણ હોય છે જે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ સુધારે છે.  

ત્રિફળાનું પાણી

4/5
image

ત્રિફળાના પાણીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પાણી એક હેલ્ધી એન્ટીઓક્સીડેન્ટ છે અને તે આપણા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. જો તેનો પાવડર ગરમ પાણી સાથે લેવામાં આવે તો તે શરીર માટે કુદરતી ડિટોક્સનું કામ કરે છે.

હળદરનું પાણી

5/5
image

હળદરનું પાણી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય છે. દરરોજ રાત્રે જમ્યા પછી અને સૂતા પહેલા હળદરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)