અમેરિકાની Biden સરકારમાં 20 Indians નો દબદબો, હવે White House માં ચાલશે આ 13 ભારતીય મહિલાઓનું રાજ

20 તારીખે જ્યારે બાઈડેન શપથ લેશે ત્યારે એક ઈતિહાસ સર્જાઈ જશે. જ્યારે સેનેટ આ તમામ નિયુક્તિઓ પર મહોર મારશે ત્યારે અમેરિકાના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ નોંધાઈ જશે. એટલે એક વાત તો નક્કી છે કે બાઈડેન સરકારમાં 20 ભારતીયોનો દબદબો ચોક્કસ જોવા મળશે. જો બાઈડેને મહિલા શક્તિ પર સૌથી વધારે વિશ્વાસ મૂક્યો. વ્હાઈટ હાઉસમાં 13 ભારતીય-અમેરિકન મહિલાઓ રાજ કરશે.

જયેશ જોશી, અમદાવાદઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈતિહાસ રચી દીધો છે. 20 જાન્યુઆરીએ શપથ લેવા જઈ રહેલા બાઈડેને પોતાની ટીમમાં મહત્વના પદો પર 13 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 20 ભારતીય-અમેરિકનોને નોમિનેટ કર્યા છે. આ 20 ભારતીય-અમેરિકનોમાંથી ઓછામાં ઓછા 17 લોકો શક્તિશાળી વ્હાઈટ હાઉસમાં મહત્વનું પદ સંભાળશે. અમેરિકાની કુલ વસ્તીના એક ટકા ભારતીય-અમેરિકન છે. અને નાના સમુદાયમાંથી કોઈપણ સરકારમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકોને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે કોણ છે બાઈડેનની ટીમના 20 ભારતીય મહારથી?.

જો બાઈડેન 20 તારીખે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ ભારત માટે ખાસ બની રહેશે. કેમ કે પહેલીવાર એક ભારતીય મૂળના મહિલા કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. કમલા હેરિસ પણ જો બાઈડેનની સાથે શપથ લેશે. બાઈડેનની ટીમમાં ભારતીય-અમેરિકી માત્ર અહીંયા સુધી સીમિત નથી. પરંતુ અમેરિકાની નવી સરકારમાં 20 ભારતીય અમેરકનોને અનેક મહત્વપૂ્ર્ણ પદ સોંપવામાં આવ્યા છે. તેમાંથી ઓછામાં ઓછા 18 લોકો શક્તિશાળી વ્હાઈટ હાઉસનો ભાગ હશે. કોણ છે આ લોકો અને તેમની જવાબદારી શું હશે. આવો જાણીએ.

ડૉ.વિવેક મૂર્તિ

1/20
image

ફિઝિશિયન ડૉ.વિવેક મૂર્તિ અમેરિકાના 19મા જનરલ સર્જનનું પદ મેળવનાર સૌથી નાની ઉંમરના ભારતીય-અમેરિકી વ્યક્તિ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી કેમ્પેઈન દરમિયાન પબ્લિક હેલ્થ અને કોરોના વાયરસ મહામારી પર બાઈડેનના ટોચના એડવાઈઝર્સમાં સામેલ હતા. બાઈડેનની કોવિડ ટાસ્ક ફોર્સમાં મૂર્તિ કો-ચેરમેન છે.

વિનય રેડ્ડી

2/20
image

વિનય રેડ્ડી બાઈડેન-હેરિસ કેમ્પેઈન દરમિયાન સીનિયર એડવાઈઝર અને સ્પીચરાઈટર હતા. બરાક ઓબામાના બીજા કાર્યકાળમાં તે જો બાઈડેનના મુખ્ય સ્પીચરાઈટર હતા. હાલ તેમને ડાયરેક્ટર ઓફ સ્પીચ રાઈટીંગ તરીકે નોમિનેટ કરાયા છે.

વિદુર શર્મા

3/20
image

વિદુર શર્માને કોવિડ-19 રિસ્પોન્સ ટીમના ટેસ્ટીંગ એડવાઈઝર તરીકે નિયુક્ત કરાયા છે. અમેરિકામાં ઓબામા કેરની સ્વાસ્થ્ય વીમા સુનિશ્વિત કરનારા લોકોમાંથી એક છે.

વેદાંત પટેલ

4/20
image

વેદાંત પટેલ બાઈડેન ઈનોગરલના વરિષ્ઠ પ્રવક્તા છે. અને તે બાઈડેન કેમ્પનો ભાગ પણ રહી ચૂક્યા છે. તેમને આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી તરીકે નોમિનેટ કરાયા છે.

વનિતા ગુપ્તા

5/20
image

જો સેનેટ મંજૂરી આપશે તો 46 વર્ષની વનિતા ગુપ્તા આ એસોસિયેટ એટોર્ની જનરલનું પદ સંભાળનાર પહેલા અશ્વેત મહિલા હશે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં આ ત્રીજું સૌથી મહત્વનું પદ છે.

ઉઝરા ઝેયા

6/20
image

ઉઝરા ઝેયાને વિદેશ મંત્રાલયનો દાયકા જૂનો અનુભવ છે. તેમની કુશળતા સાઉથ એશિયાઈ, યૂરોપ અને હ્યુમન રાઈટ્સ જેવા મામલામાં છે. તેમને સિવિલિયન સિક્યોરિટી, ડેમોક્રેસી અને હ્યૂમન રાઈટ્સના અંડર સેક્રેટરી તરીકે નોમિનેટ કરાયા છે.

તરુણ છાબરા

7/20
image

ઓબામા સરકારમાં તે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સ્ટાફમાં કામ કરી ચૂકયા છે. આ સિવાય તે પેન્ટાગોનમાં રક્ષા મંત્રીના સ્પીચરાઈટર તરીકે કામ કરેલું છે. હાલ તેમને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં ટેકનોલોજી અને નેશનલ સિક્યોરિટીના સીનિયર ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાયા છે.

સુમોના ગુહા

8/20
image

સુમોના ગુહાને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં સાઉથ એશિયા માટે સીનિયર ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાયા છે. આ પહેલાં તે બાઈડેનના નેશનલ સિક્યોરિટી અફેર્સના સ્પેશિયલ એડવાઈઝર હતા.

સોનિયા અગ્રવાલ

9/20
image

સોનિયા અગ્રવાલને ક્લાઈમેટ પોલિસી અને ઈનોવેશન માટે સીનિયર એડવાઈઝર તરીકે નોમિનેટ કરાયા છે. ઈડેન જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા. ત્યારે સોનિયાએ એનર્જી ઈનોવેશન માટે 200 વીજળી નીતિ નિષ્ણાતોને એકઠા કર્યા હતા.

શાંતિ કલાથીલ

10/20
image

શાંતિ કલાથીલને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં કોર્ડિનેટર ફોર ડેમોક્રેસી એન્ડ હ્યૂમન રાઈટ્સ માટે નોમિનેટ કરાયા છે. પહેલાં તે હોંગકોંગમાં એશિયાઈ વોલ સ્ટ્રીટ જર્નલમાં રિપોર્ટર રહી ચૂક્યા છે.

સમીરા ફઝિલી

11/20
image

કાશ્મીરી મૂળની સમીરા હાલ બાઈડેન-હેરિસ ટ્રાન્ઝીશનમાં ઈકોનોમિક એજન્સી લીડ છે. પહેલા તે એટલાન્ટાની ફેડરલ રિઝર્વ બેંકમાં કામ કરી ચૂકી છે. સમીરાને નેશનલ ઈકોનોમિક કાઉન્સિલમાં ડિપ્ટી ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાઈ છે.

સબરીના સિંહ

12/20
image

સબરીના ડેમોક્રેટિક નેશનલ કમિટીના પ્રવક્તા રહી ચૂક્યા છે. સબરીના સરદાર જેજે સિંહની પૌત્રી છે. કમલા હેરિસે પોતાની ચૂંટણી કેમ્પેઈનમાં સબરીનાને પોતાની પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કરી હતી.

રીમા શાહ

13/20
image

રીમા શાહ બાઈડેન-હેરિસ કેમ્પેઈનમાં જો બાઈડેન માટે ડિબેટ પ્રિપેરેશન ટીમમાં કામ કરી ચૂક્યા છે. તેમને ઓફિસ ઓફ વ્હાઈટ હાઉસ કાઉન્સિલમાં ડિપ્ટી એસોસિયેટ કાઉન્સિલ તરીકે નોમિનેટ કરાયા છે.

નેહા ગુપ્તા

14/20
image

નેહા ગુપ્તાએ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ લો સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેને ઓફિસ ઓફ વ્હાઈટ હાઉસ કાઉન્સિલના એસોસિયેટ કાઉન્સિલ તરીકે નોમિનેટ કરાયા છે.

નીરા ટંડન

15/20
image

નીરા ટંડનના માતા-પિતા ભારતીય છે. નીરાને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને તેમના પત્ની હિલેરી ક્લિન્ટનની નજીક માનવામાં આવે છે. નીરાને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાયા છે.

માલા અડિગા

16/20
image

માલા જિલ બાઈડેનના વરિષ્ઠ સલાહકાર તરીકે ચૂંટણી અભિયાનમાં કામ કરી ચૂકી છે. અડિગા બાઈડેન ફાઉન્ડેશનમાં ઉચ્ચ શિક્ષા અને સૈન્ય પરિવારોના ડાયરેક્ટર રહી ચૂક્યા છે. હાલ તેમને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના પોલિસી ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.  

ગૌતમ રાઘવન

17/20
image

ગૌતમ રાઘવન અમેરિકામાં સમલૈંગિક અધિકારોના આંદોલનના મુખ્ય સભ્ય છે.  તે ઓબામા-બાઈડેન પ્રશાસનમાં LGBTQ કમ્યુનિટી માટે સેવા આપી ચૂક્યા છે. હાલ તેમને ઓફિસ ઓફ પ્રેસિડેન્શિયલ પર્સનલના ડિપ્ટી ડાયરેક્ટર કરીકે નિયુક્ત કરાયા છે.  

ગરિમા વર્મા

18/20
image

ગરિમાને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના ડિજિટલ ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે. આ પહેલાં તેમણે ઓડિયન્સ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ રણનીતિકારના રૂપમાં કામ કર્યુ હતું.  

ભરત રામમૂર્તિ

19/20
image

રામમૂર્તિ હાલ રૂઝવેલ્ટ ઈન્સ્ટીટ્યૂટમાં કોર્પોરેટ પાવર પ્રોગ્રામના MD છે. આ પહેલાં તેમણે સેનેટર એલિઝાબેથ વોરેનના ટોપ ઈકોનોમિક એડવાઈઝર તરીકે કામ કર્યુ હતુ.રામમૂર્તિને નેશનલ ઈકોનોમિક કાઉન્સિલના ડિપ્ટી ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાયા છે.

આયશા શાહ

20/20
image

કાશ્મીરમાં જન્મેલ અને લુસિયાનામાં ભણેલી આયશા શાહે પહેલાં બાઈડેન-હેરિસ કેમ્પેઈનમાં ડિજિટલ પાર્ટનરશીપ મેનેજર તરીકે કામ કર્યુ હતું. આયશાને ઓફિસ ઓફ ડિજિટલ સ્ટ્રેટેજીમાં પાર્ટનરશીપ મેનેજર તરીકે નોમિનેટ કરાયા છે.