Do you know: કોઈ 5 સ્ટાર હોટલમાં એક વેજ થાળીની કિંમતમાં શું-શું કરી શકાય?

તમે એક દિવસ ફાઈવ સ્ટાર હોટલ (Five Star Hotel) માં ભોજન પાછળ જેટલો ખર્ચ કરો છો, તેટલામાં તો તમે ઘણું બધું કરી શકો છો. ત્યારે આવો જાણીએ કે આટલા પૈસામાં શું-શું કરી શકાય.

નવી દિલ્હી: જ્યારે પણ ફાઈવ સ્ટાર હોટલ્સ (Five Star Hotels) ની વાત થાય ત્યારે તેમાં મળનારી સુવિધાઓની સાથે હંમેશા પૈસાનો ઉલ્લેખ જરૂર થાય છે. હંમેશા સાંભળવામાં આવે છે કે ફાઈવ સ્ટાર હોટલ (Five Star Hotel) માં એક રાત રોકાવાનો હજારો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. ત્યાં ચા ખરીદવા પર પણ 700થી 800 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. અને ખાવામાં પણ ઘણા પૈસાનો ખર્ચ થાય છે. એટલે જો બે લોકો કોઈ ફાઈવ સ્ટાર હોટલ (Five Star Hotel) માં જાય તો તેમને ઘણા પૈસા (Money) નો ખર્ચ કરવો પડી શકે છે. તમે પણ વિચારતા હશો કે ફાઈવ સ્ટાર હોટલ (Five Star Hotel) માં એક રાત રોકાવાથી આટલા પૈસા (Money) નો ખર્ચ થાય તો, આટલા પૈસાથી ઘણું બધું કરી શકાય છે. એવામાં આજે જાણવાનો પ્રયાસ કરીશું કે ફાઈવ સ્ટાર હોટલમાં મળનારી એક થાળીની કિંમતમાં શું-શું કરી શકાય છે.

કોઈ ટ્રિપ પ્લાન કરી શકો છો:

1/4
image

અનેક લોકોનું માનવું છે કે જે ફાઈવ સ્ટાર હોટલ (Five Star Hotel) માં એક દિવસ ભોજનની જગ્યાએ તમે એક ટ્રિપ પ્લાન (Trip Plan) કરી શકશો. જેમ કે ફેમિલી (Family) માં ચાર લોકો છો તો ફાઈવ સ્ટાર હોટલમાં એક દિવસની થાળીની જગ્યાએ 3થી 4 દિવસ કોઈ હિલ સ્ટેશન (Hill Station) પર ફરવાનું પસંદ કરી શકાય. કેમ કે 25,000 રૂપિયામાં એક ટ્રિપ પ્લાન કરી શકાય છે.

ગરીબોને ભોજન જમાડી શકો છો:

2/4
image

અનેક લોકોનું માનવું છે કે 6000 રૂપિયાની એક થાળી જમવાની જગ્યાએ આટલા પૈસામાં ગરીબોને ખાવાનું ખવડાવો. જોકે એક ફેમિલીના ફાઈવ સ્ટારના ડિનર (Dinner) ના ખર્ચમાં અનેક ગરીબોને જમવાનું જમાડી શકાય છે. તમારા એક દિવસની ખુશીના બદલામાં તમે અનેક લોકોનું પેટ ભરી શકો છો. તેના પછી તમે પોતાને સ્વસ્થ રાખી શકો છો.

6000નું હેલ્થી ફૂડ:

3/4
image

તમે આટલા પૈસામાં એક મહિનાનું હેલ્થી ફૂડ (healthy Food) લઈ શકો છો. તમે ઈચ્છો તો મહિના સુધી દરરોજ ફ્રૂટ ખરીદી શકો છો. કે પછી કોઈ હેલ્થી (Healthy) સામાન ખરીદી શકો છો. તેનાથી તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો.

હેલ્થ ચેક-અપ કરાવી શકો છો:

4/4
image

અનેક લોકોનું માનવું છે કે તે એક દિવસ મોંઘી હોટલમાં જમવાની જગ્યાએ આટલા રૂપિયામાં હેલ્થ ચેક અપ (Health Chek up) કરાવી શકાય. જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કેમ કે કહેવામાં આવે છે કે પહેલુ સુખ તે જાતે નર્યા.