Ravivar Upay: રવિવારે શોપિંગ કરો તો ભુલથી પણ ન લેવી આ વસ્તુઓ, કરોડપતિમાંથી થઈ જાશો કંગાળ

Ravivar Upay: રવિવારનો દિવસ રજાનો હોય છે તેથી આ દિવસે લોકો શોપિંગ કરવાનું પણ પસંદ કરે છે. જોકે રવિવારે શોપિંગ કરતી વખતે લોકો અજાણતા એવી વસ્તુઓ ખરીદી લે છે જે ઘરમાં ગરીબીનું કારણ બને છે. જો તમે પણ રવિવારની રજાનો લાભ લઈને શોપિંગ કરવા નીકળતા હોય તો તમને જણાવી દઈએ કે રવિવારે કઈ વસ્તુઓની ખરીદી કરવી નહીં. આ વસ્તુઓની ખરીદી કરવાથી શનિ અને સૂર્ય બંને નારાજ થાય છે. 

લોઢું 

1/6
image

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારના દિવસે લોઢાનો સામાન ખરીદવો નહીં. મોટાભાગે લોકો એવું માને છે કે શનિવારે લોઢું ખરીદવું અશુભ છે પરંતુ રવિવારના દિવસે પણ લોઢાની ખરીદી કરવાથી આર્થિક હાનિ થાય છે.

કાર કે અન્ય વાહન 

2/6
image

રવિવારના દિવસે કાર કે નવા વાહન કે તેની એક્સેસરીઝ પણ ખરીદવી નહીં. આ વસ્તુઓ પણ લોઢાથી બનેલી હોય છે અને રવિવારે જો તમે વાહન ખરીદો છો તો વારંવાર તે ખરાબ થાય છે. 

ગાર્ડનિંગનો સામાન 

3/6
image

રવિવારે ગાર્ડનિંગનો સામાન ખરીદવો પણ અશુભ છે. ઘરના બગીચાને શણગારવાનો સામાન પણ રવિવારે ખરીદવો નહીં. તેનાથી સૂર્ય નબળો થાય છે અને વ્યક્તિના સ્વાસ્થ્યથી પર ખરાબ અસર પડે છે. 

માંસ મદિરા 

4/6
image

રવિવારના દિવસે માંસ કે મદિરાનું સેવન કરવું નહીં. તેનાથી કુંડળીમાં શનિ અને સૂર્ય અશુભ ફળ આપે છે.

રવિવારે શું ખરીદવું ?

5/6
image

રવિવારના દિવસે લાલ રંગની વસ્તુ ખરીદવી શુભ ગણાય છે. રવિવારે ઘઉં, તાંબુ, પૈસા રાખવાનું પર્સ વગેરે ખરીદવું શુભ રહે છે. તેનાથી ઘરમાં બરકત રહે છે અને સંપન્નતા વધે છે. તેનાથી કાર્યમાં સફળતા પણ મળે છે.

6/6
image