Farmers Protest થી 5 રાજ્યને પારાવાર નુકસાન, સરકારની આ 4 મસમોટી યોજનાનું બજેટ પણ તેનાથી ઓછું
એક અંદાજ મુજબ ખેડૂત આંદોલનથી ભારતના પાંચ મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને દરરોજ 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
Farmers Protest: જ્યારે આંદોલન એક ઉદ્યોગ બની જાય છે ત્યારે દેશે કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે તે તમારે પણ જાણવું જરૂરી છે. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અંદાજ મુજબ ખેડૂત આંદોલનથી ભારતના પાંચ મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને દરરોજ 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
78 દિવસમાં આટલું નુકસાન
આ રાજ્યોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચાલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સામેલ છે. આ હિસાબે જોઈએ તો છેલ્લા 78 દિવસમાં આ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને 2 લાખ 73 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ નુકસાન ખેડૂતો અને મજૂરો સંલગ્ન ભારત સરકારની ચાર મોટી યોજનાઓને મળનારા બજેટથી પણ ઘણું વધુ છે.
મનરેગાનું બજેટ
2021-22 માટે મનરેગાનું બજેટ 73 હજાર કરોડ રૂપિયા છે.
ખાતર પર સબસીડી
ખેડૂતોને ખાતર પર જે સબસિડી આપવામાં આવે છે તેનું બજેટ 65 હજાર કરોડ રૂપિયા છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું બજેટ 16 હજાર કરોડ રૂપિયા છે.
પ્રધાનમંત્રી કિસાન યોજના
પ્રધાનમંત્રી કિસાન યોજનાનું બજેટ 6 હજાર કરોડ રૂપિયા છે.
આંદોલન ન થયું હોત તો લાગુ થઈ શકત અનેક યોજનાઓ
જો આ ચાર યોજનાઓને મળનારી રકમ જોડી દઈએ તો પણ તે 1 લાખ 60 હજાર કરોડ રૂપિયા થાય છે. એટલે કે ખેડૂત આંદોલનના કારણે થયેલા નુકસાનથી પણ 1 લાખ 13 હજાર કરોડ રૂપિયાથી ઓછું છે. તમે કહી શકો કે જો આ આંદોલન ન થાત તો ભારત સરકાર આવી અનેક યોજનાઓને ખેડૂતો અને મજૂરો માટે દેશભરમાં લાગુ કરી શકત.
દેશનું આર્થિક નુકસાન
આંદોલનથી દેશને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
સોફ્ટ પાવરમાં કમી, વિદેશી રોકાણમાં પણ ઘટાડો
આંદોલનથી દેશના સોફ્ટ પાવરમાં કમી આવી છે. વિદેશી રોકાણમાં પણ કમી આવી છે. ઈઝ ઓફ બિઝનેસ રેન્કિંગમાં ઘટાડો થયો છે. માનવાધિકાર ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે. હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ઘટાડો.
Trending Photos