જાણો કઈ રીતે અસ્તિત્વમાં આવી વિવિધ ભાષાઓ, દુનિયામાં સૌથી પહેલાં કઈ ભાષા બોલાતી હતી

દુનિયામાં આજે અસંખ્યા ભાષાઓ બોલાય છે.વિવિધ પ્રદેશ અને રાજ્યમાં વિવિધ ભાષાઓ જોવા મળે છે.આ દરેક ભાષા સાથે અલગ ઈતિહાસ જોડાયેલો છે.સાથે તેની શરૂઆત પાછળ પર રોચક  કારણ હોય છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં હજારો ભાષા બોલાય છે.પરંતુ સવાલ એ થાય કે સૌથી જુની ભાષા કઈ.ક્યારે શોધાઈ, ક્યારે બોલવાની શરૂઆત થઈ.કોણ તેનો સૌપ્રથમ ઉપયોગ કર્યો.આજ સુધી આ પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ રહ્યું છે.પરંતુ આજે તમને એવી 10 ભાષા વિશે જવાણીશું જે દુનિયાની સૌથી જૂની ભાષા છે.તો આવો જોઈએ કઈ ભાષા ક્યારે બોલાઈ અને કેટલી જૂની છે.

માનસ સભ્યતાની શરૂઆત થઈ ત્યારથી જ આમ તો ભાષાની શરૂઆત થઈ ગઈ છે.આખી દુનિયામાં લગભગ 6 હજાર 809 ભાષાઓ બોલાય છે.તો આટલી બધી ભાષાઓની શરૂઆત પણ એક સાથે તો નહીં જ થઈ હોય.સમય બદલાતો ગયો તેમ નવી નવી ભાષાઓ પણ ઉપયોગમાં આવતી ગઈ.આજના યુગમાં લગભગ અંગ્રેજી ભાષા વિશ્વભરમાં લોકપ્રિય બની છે.પરંતુ અંગ્રેજી ભાષા સૌથી પ્રાચીન નથી.તો એવી કઈ ભાષાઓ હતી જે સૌથી પ્રાચીન છે.તેમાં ભારતની કઈ ભાષા છે.

તમિલ

1/10
image

તમિલ ભાષાને દુનિયાની સૌથી જૂની ભાષા તરીકે માન્યતા મળી છે.એવું માનવામાં આવે છે કે તમિલ ભાષા લગભગ 5 હજાર વર્ષ જૂની છે.હાલના સમયમાં તમિલ ભાષા લગભગ 8 કરોડ લોકો બોલે છે.ભારત સિવાય શ્રીલંકા, સિંગાપુર અને મલેશિયામાં આ ભાષા બોલાય છે.ઉત્તર ભારતમાં તમિલ એટલી લોકપ્રિય ન હોવા છતા લગભગ 1863 અખબાર તમિલ ભાષામાં છપાય છે.

સંસ્કૃત

2/10
image

સંસ્કૃત હિંદુ ધર્મની મુખ્ય ભાષા છે.હિંદુ ધર્મના દરેક ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે.પુરાત્વ વિભાગના મતે સંસ્કૃત ભાષા લગભગ 3 હજાર વર્ષ જૂની છે.ભલે સંસ્કૃત ભાષાને ભારતની રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો નથી મળ્યો પરંતુ સંસ્કૃત આપણી સૌથી જૂની ભાષા છે.આજે સંસ્કૃત બોલનારા લોકોની સંખ્યા પણ ઘટી છે.ધીરે ધીરે સંસ્કૃત ભાષા માત્ર કાગળ પુરતી સિમિત થઈ ગઈ છે.આજના આધુનિક યુગમાં સંસ્કૃત પરથી ઉત્પન થયેલી હિન્દી ભાષા વધુ બોલવામાં આવે છે.

 

લૈટિન ભાષા

3/10
image

લૈટિન ભાષાને રોમન સામ્રાજ્યની રાજભાષા માનવામાં આવે છે.ભારતમાં જેમ શાસ્ત્રોની ભાષા સંસ્કૃતને માનવામાં આવે છે તેવી જ રીતે યુરોપમાં કૈથોલિક ઈસાઈયોના ધર્મ ગ્રંથોની ભાષા લેટિન છે.લેટિન ભાષામાં ઈસાઈ ધર્મ, ઉચ્ચ સાહિત્ય, દર્શન અને ગણિતના પુસ્તકો જોવા મળશે.વર્તમાન સમયમાં પ્રચલિત ફ્રેંચ, ઈતાલવી, સ્પેનિશ, રોમાનિયાઈ, પુર્તગાલી અને અંગ્રેજીની ઉત્પતી પણ લેટિન ભાષામાંથી જ થઈ છે.

હિબ્રુ

4/10
image

હિબ્રુ નામ સાંભળીને તમને કોઈ નવી ભાષા હોય તેવું લાગશે.પરંતુ આ હિબ્રુ ભાષા 3 હજાર વર્ષ જૂની છે.હિબ્રુને ઈઝરાયલમાં રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે.અન્ય ભાષાઓની જેમ હિબ્રુ પણ લુપ્ત થવાના આરે હતી.પરંતુ ઈઝરાયલના લોકોએ તેને ફરિ જીંવત કરી.એવું માનવામાં આવે છે હિબ્રુ  ભાષામાં જ બાઈબલના જૂના નિયમ લખાયેલા છે.જેથી યહૂદી સમુદાય હિબ્રુને પવિત્ર ભાષા તરીકે માને છે.

ગ્રીક

5/10
image

આજે યૂરોપમાં સુવિધા જેટલી આધુનિક છે તેવી જ રીતે તેનો ઈતિહાસ પણ સૌથી જૂનો માનવામાં આવે છે.લેટિનની જેમ ગ્રીક ભાષા પણ યુરોપની સૌથી જૂની ભાષા માનવામાં આવે છે.આજન આધુનિક યુગમાં પણ 13 મિલિયન લોકો ગ્રીક ભાષા બોલે છે.આ ઈ.સ પૂર્વે 1450 વર્ષ જૂની ભાષા છે.હાલ ગ્રીક ભાષા ગ્રીસ, અલ્બાનિયા અને સાઈપ્રસમાં બોલવામાં આવે છે.

ઈઝિપ્તિયન ભાષા

6/10
image

ઈઝિપ્તની વાત આવે એટલે સૌથી પહેલા વિશ્વપ્રખ્યાત પિરામિડ નજર સમક્ષ આવી જાય છે.પરંતુ જેટલા જૂના અહીંના પિરામિડ છે તેનાથી પણ જૂની છે ઈઝિપ્તિયન ભાષા.ઈઝિપ્તની ભાષા ઈસાથી 2600 વર્ષ જૂની છે.ઈઝિપ્ત ભાષામાં લખાયેલા લખાણો પિરામિડમાં પણ મળી આવે છે.

કોરિયન

7/10
image

આ સાઉથ અને નોર્થ કોરિયાની રાષ્ટ્રિય ભાષા છે.જે બંને દેશને જોડી રાખ્યા છે.કોરિયન ભાષા લગભગ 600 વર્ષ જૂની છે.અને હાલના આધુનિક યુગમાં પણ 8 કરોડ લોકો કોરિયન ભાષા બોલે છે.કોરિયન ભાષા ચાઈના ભાષાથી પ્રભાવિત છે.કેમ કે પ્રાચીન કાળમાં ચાઈનાથી મોટા ભાગના લોકો કોરિયામાં જઈને વસ્યા હતા.

 

ચીની, મંદારિન

8/10
image

મંદારિન આપણા પાડોશી દેશ ચાઈનની રાષ્ટ્રીય ભાષા છે.અને વિશ્વની સૌથી વધારે બોલાતી ભાષા છે મંદારિન.ચીન ઉપરાંત પૂર્વ એશિયાના કેટલાક દેશોમાંપણ મંદારિન ભાષા બોલાય છે.વર્તમાન સમયમાં અંદાજે 1.2 બિલિયન લોકો ચીની ભાષા મંદારિન બોલે છે.મંદારિન ભાષા 1200 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે.

આર્મેનિયન ભાષા

9/10
image

આર્મેનિયન ભાષા આર્મેનિયાની મુખ્યભાષા છે.જો આર્મેનિયાના લોકો દ્વારા બોલવામાં આવે છે.આ ભાષાની ઉત્પતિ પાંચમી સતાબ્દીમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે.બાયબલમાં આર્મેનિયન ભાષા લખવામાં આવી હતી.એવું માનવામાં આવે છે આર્મેનિયન ભાષાની ઈ.સ. પૂર્વે 450 વર્ષ પહેલા શરૂઆત થઈ હતી.હાલ લગભગ 5 ટકા લોકો આ પ્રાચીન ભાષા બોલે છે. આમ, સૌથી જૂની કઈ ભાષા એમા કોઈ એકનું નામ લેવું મુશ્કેલ છે.પરંતુ આ 10 ભાષા સૌથી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે.પરંતુ સમયની સાથે લોકોએ ભાષાનો ઉપયોગ પણ બદલતા ગયા છે.અને ક્યારે રૂટિન ઉપયોગમાં લેવાતી પ્રાચીન ભાષાઓ આજે લુપ્ત થવાના આરે છે.પંરતુ પ્રાચીન ગ્રંથોમાં આ જૂની ભાષા હંમેશા જીંવત રહેશે.  

અરેમિક

10/10
image

અરેમિક ક્યારેક આર્મેનિયાના પાટનગરની રાષ્ટ્રીય ભાષા હતી.પરંતુ હવે તેનું સ્થાન હિબ્રુ અને અરબી ભાષાએ તેનું સ્થાન લઈ લીધું છે.આજે અરેમિક ભાષા ઈરાક, ઈરાન, સીરિયા, ઈઝરાયલ, લેબ્રનાન અને આધુનિક રોમમાં બોલાય છે.અરેમિક ભાષા લગભગ 1 હજાર વર્ષ જૂની છે. આમ, સૌથી જૂની કઈ ભાષા એમા કોઈ એકનું નામ લેવું મુશ્કેલ છે.પરંતુ આ 10 ભાષા સૌથી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે.પરંતુ સમયની સાથે લોકોએ ભાષાનો ઉપયોગ પણ બદલતા ગયા છે.અને ક્યારે રૂટિન ઉપયોગમાં લેવાતી પ્રાચીન ભાષાઓ આજે લુપ્ત થવાના આરે છે.પંરતુ પ્રાચીન ગ્રંથોમાં આ જૂની ભાષા હંમેશા જીંવત રહેશે.