IPL 2019: રોહિતે તોડ્યો ધોનીનો રેકોર્ડ, મુંબઈએ ચોથી વખત જીત્યું ટાઇટલ

રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ સિઝન 12ના ફાઇનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. 

1/5
image

આઈપીએલ હિસ્ટ્રીમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ એવી ટીમ બની ગઈ છે જેણે સૌથી વધુ ચાર વખત આ ટાઇટલ જીતી લીધું છે. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સંયુક્ત રૂપથી સૌથી વધુ ત્રણ-ત્રણ ટાઇટલ પોતાના નામે કર્યાં હતા. પરંતુ રોહિત સેનાએ ધોની બ્રિગેડને પાછળ છોડી દીધો છે. 

2/5
image

મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017 અને 2019નું આઈપીએલ ટાઇટલ પોતાના નામે કરી લીધું અને આ ચારેય ટાઇટલ રોહિત શર્માની આગેવાનીમાં મળ્યા છે. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત ચેમ્પિયન બનાવીને કેપ્ટન તરીકે ધોનીને પછાડી દીધો છે. 

3/5
image

ચેન્નઈ સુપર કિંગ્સે એમએસ ધોનીની આગેવાનીમાં વર્ષ 2010, 2011 અને 2018નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 

4/5
image

કોણ કેટલી વખત બન્યું આઈપીએલ ચેમ્પિયન 1. મુંબઈ ઈન્ડિયન્સ - 4 વખત (2013, 2015, 2017 અને 2019) કેપ્ટન રોહિત શર્મા 2. ચેન્નઈ સુપર કિંગ્સ - 3 વખત  (2010, 2011 અને 2018) કેપ્ટન એમએસ ધોની 3. કોલકત્તા નાઇટ રાઇડર્સ - 2 વખત (2012 અને 2014) કેપ્ટન ગૌતમ ગંભીર 4. સનરાઇઝર્સ હૈદરાબાદ- 1 વખત (2016) કેપ્ટન ડેવિડ વોર્નર 5. ડેક્કન ચાર્જર્સ - 1 વખત (2009) કેપ્ટન એડમ ગિલક્રિસ્ટ 6. રાજસ્થાન રોયલ્સ - 1 વાર (2008) કેપ્ટન શેન વોર્ન. 

5/5
image

ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબાં ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા અને મેચ પોતાના નામે કરી લીધી હતી.