મોટો દાવો: કોરોનાકાળમાં રોજ આ એક કામ કરો....પછી જુઓ શું ફાયદો થાય છે

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવી રાખ્યો છે. આ બધા વચ્ચે એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે માણસોમાં જો એક સારી આદત વિક્સિત થાય તો કોરોનાના જોખમને 31% સુધી ઓછું કરી શકાય છે. 

રોજ વર્કઆઉટ કરવાથી ઓછું થશે કોરોનાનું જોખમ

1/5
image

સ્કોટલેન્ડના ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીમાં થયેલા એક સ્ટડી મુજબ રોજ કસરત કરવાથી તમે કોરોનાના જોખમને 31 ટકા સુધી ઓછું કરી શકો છે. 

દુનિયાનો પહેલો આવો મોટો સ્ટડી

2/5
image

દુનિયાનો પહેલો એવો મોટો સ્ટડી છે જે વર્કઆઉટ અને કોરોના વાયરસ ઈમ્યુનિટીને જોડીને કરાયો છે. તે મુજબ ડેઈલી વર્કઆઉટ આપણા શરીરને ફીટ રાખે છે જેનાથી ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને કોરોના જેવા ઘાતક વાયરસ સામે લડવું સરળ બને છે. 

રોજ 30 મિનિટ વર્કઆઉટ કરવાથી દૂર રહેશે કોરોના

3/5
image

રિસર્ચર્સે દાવો કર્યો છે કે એક દિવસમાં 30 મિનિટ, સપ્તાહમાં 5 દિવસ કે 150 મિનિટ સુધી કસરત કરવાથી શ્વાસમાં સમસ્યા થતી નથી. જેમાં વોકિંગ, રનિંગ, સાઈકલિંગ, અને માંસપેશીઓને મજબૂત કરનારી કસરતો કરવાની સલાહ આપવામાં આવી છે. 

કસરત કરનારા વ્યક્તિને રસી આપવાથી મળે સારું પરિણામ

4/5
image

સ્ટડી મુજબ રોજ કસરત કરવાનારા વ્યક્તિને જો કોરોના રસી આપવામાં આવે તો તે 40 ટકા સુધી વધુ અસરકારક બને છે. જો આમ થાય તો બીમારીનું જોખમ 31 ટકા અને મોતનું જોખમ 37 ટકા સુધી ઓછું થઈ શકે છે. 

રસી આપતા પહેલા 12 અઠવાડિયાનો આ પ્રોગ્રામ જરૂરી

5/5
image

ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીના પ્રોફેસર સેબસ્ટિયન ચેસ્ટિને કહ્યું કે 'અમારો રિસર્ચ દર્શાવે છે કે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી સંક્રામક બીમારીથી બચાવે છે. આ જ કારણ છે કે અમે લોકોને રસી લગાવતા પહેલા 12 અઠવાડિયાનો ફિઝિકલ એક્ટિવિટી પ્રોગ્રામ કરવાની સલાહ આપીએ છીએ.'