રાશિફળ 27 ઓગસ્ટ: ધન રાશિના જાતકોને મળી શકે છે પ્રમોશન, Love Lifeમાં પણ...

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે મહાશિવરાત્રીના પ્રવ પર કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. તો આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

મિથુન રાશિ

1/12
image

બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિનો માર્ગ ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાનો યોગ બની રહ્યો છે. તમારા વિચાર સકારાત્મક રાખો. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ પણ મળી શકે છે. તમારો પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહેશે. તમારી ભાવનાઓનું સન્માન કરશે. તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો.

કર્ક રાશિ

2/12
image

નવા વિઝનેસની તરફ આકર્ષિત થશો. નોકરીમાં બદલાવનો યોગ છે. આવક વધી શકે છે. કોઇ જૂની યોજના યાદ આવી શકે છે અને તેના પર કામ કરવાનો પ્રયત્ન કરશો. વ્યવહાર કુશળતાથી તમારા અધિકારીઓથી સન્માન મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થઇ શકે છે. જૂના રોગો દૂર થશે. કંઇક નવું કરવાની ઇચ્છા પણ થશે.

સિંહ રાશિ

3/12
image

બિઝનેસમાં નવી યોજનાઓ બની શકે છે. અટવાયેલા પૈસા મળવાનો યોગ બની રહ્યો છે. કોઇની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. તમારા પ્રયત્ન સફળ થશે. ઓફિસના કોઇ કામથી યાત્રાનો યોગ છે. જે તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળી શકે છે. આજે તમારી ઘણી ઇચ્છાઓ પૂર્ણ થશે. અવિવાહિત લોકો માટે દિવસ સારો છે. લગ્નનો પ્રસ્તાવ પણ મળી શકે છે.

કન્યા રાશિ

4/12
image

નોકરી અને બિઝનેસના નિર્ણય ભાવનાઓમાં આવીને ના લો. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કોઇ જુના વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યા રહેશે. માનશિક મુશ્કેલીઓ વધી શકે છે. નજીકના સંબંધોમાં અચાનક ઉલટફેર થવાનો યોગ છે. તેનાથી તમને થોડી મુશ્કેલીઓ જરૂર થઇ શકે છે. વાહનનો ઉપયોગ સાવધાની પૂર્વક કરો.

તુલા રાશિ

5/12
image

દેવામાંથી છૂટકારો મળી શકે છે. તમારા કામ પર સંપૂર્ણ નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે તમારા માટે યોજના બનાવવી મહેનત કરવા કરતા પણ વધારે ફાયદા કારક સાબિત થશે. આજે પરિવાર, જમીન-મિલકત મામલે, મિત્રો અને સંબંધીઓ ઘણા ખાસ હોઇ શકે છે. તમારા વ્યવહાર્થી પાર્ટનર ખુશ રહેશે. કંઇક નવું અને સકારાત્મક કામ કરશો.

વૃશ્ચિક રાશિ

6/12
image

બિઝનેસ સારો ચાલશે. તમારું કોઇ ખાસ કામ પૂર્ણ થઇ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે. ભૌતિક સુખ સુવિધાઓથી તમારી ખૂશીમાં વધારો થશે. વ્યક્તિગત સમસ્યાઓ દૂર થશે. જમીન-મિલકત ખરિવામાં તમારું ધ્યાન રહેશે. રોકાણની યોજના બની શકે છે. અચાનક મળનાર વ્યક્તિ તમને ફાયદો કરાવી શકે છે. તમને આરામ મળી શકે છે.

ધન રાશિ

7/12
image

નોકરીમાં બઢતી થવાની સંભાવનાઓ બની રહી છે. તમારું બિઝનેસમાં સંપૂર્ણ ધ્યાન રહેશે. કામકાજને લગતી મુશ્કેલીઓ દૂર થશે. નકામી ભાગ-દોડ દૂર થઇ શકે છે. તમારા માટે દિવસ સારો રહેશે. ઘર અને ઓફિસ, બંને જગ્યાનું વાતાવરણ તમારા માટે ખૂશી ભર્યુ રહેશે. લવ લાઇફ અને દાંપત્ય જીવન માટે સમય સારો છે. થાક અને તણાવની ફરિયાદ થઇ શકે છે.

મકર રાશિ

8/12
image

આર્થિક મામલે સુધારા થઇ શકે છે. નવા કોન્ટેક્ટથી ફાયદો થઇ શકે છે. તમારા કામકાજની પ્રસંશા પણ થશે. અચાનક ક્યાંકથી ધન લાભ થઇ શકે છે. નોકરીમાં મનગમતા સ્થળ પર બઢતી થવાની સંભાવના બની રહી છે. દાંપત્ય જીવન તમારા માટે સુખદ રહેશે. લવ લાઇફ માટે દિવસ સારો રહેશે. વધારે ભોજન કરવાથી મુશ્કેલી થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.

મેષ રાશિ

9/12
image

બેરોજગાર લોકો માટે દિવસ સારો બની શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. તમારા કોન્ફિડેન્સના કારણે જોખમ ભર્યા કામ મળી શકે છે. પૈસા અને બિઝનેસના મામલે ધ્યાન આપો. પારિવારિક સંબંધોમાં સુધારાનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

વૃષભ રાશિ

10/12
image

ઓફિસમાં કામકાજ વધારે રહેશે. કેટલાક લોકો તમારી પાસે પોતાનું કામ કઢાવવાનો પ્રયત્ન કરશે. સાવધાન રહો. વધુ વિચારવાના કારણે કામ પર ધ્યાન આપવું મુશ્કેલ બનશે. વધારે ના વિચારો. તમારા દિલની વાત પાર્ટનરને કહી દો. શારીરિક રીતે નહીં પરંતુ સામાન્ય મુશ્કેલીઓ જરૂર રહેશે.

કુંભ રાશિ

11/12
image

બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકોથી કોન્ટેક્ટ બનશે. કામકાજ વધશે સાથે લોકોનો સહયોગ પણ મળી શકે છે. નવા લોકોથી પણ સારા સંબંધ બનશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવામાં સફળ રહેશો. તમારા વિચારેલા કામ સમય પર પૂર્ણ થઇ શકે છે. જૂની સમસ્યાનું સમાધાન મળી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

મીન રાશિ

12/12
image

આજે તમારી વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્ચાના કારણે આળસ અને થાક લાગી શકે છે. કેટલાક નાના કામમાં મુશ્કેલીઓ રહેશે. આવક અનુસાર ખર્ચા કરો તો સારૂ રહેશે. તમારા આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખો. જોશમાં આવી નવું રોકાણ ના કરો. કામકાજમાં મુશ્કેલીઓ વધી શકે છે. તમારૂ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.