Michaung વાવાઝોડાને પગલે IMD નું રેડ એલર્ટ! આ રાજ્યોમાં મચી શકે છે ભારે તબાહી

IMD એ ચક્રવાતી તોફાન મિચૌંગને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ NDRF ની 18 ટીમો પણ પુડ્ડુચેરી, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં તૈનાત કરાઈ છે. ચક્રવાત મિચૌંગના કારણે અનેક વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે. 
 

1/6
image

બંગાળની ખાડી ઉપર બની રહેલા તોફાન મિચૌંગ સોમવાર સવારે ચેન્નાઈથી નીકળીને નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાઈ શકે છે. IMD મુજબ તોફાનના કારણે આ વિસ્તારોમાં લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. 

2/6
image

તોફાનને જોતા સોમવાર માટે IMD એ તિરુવલ્લૂર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અનુમાન મુજબ 21 સેન્ટીમીટર કે તેનાથી ઉપર અહીં વરસાદની શક્યતા છે. 

3/6
image

મિચૌંગ તોફાનના કારણે અધિકારીઓ દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે જેમાં 4 ડિસેમ્બરના રોજ કરાઈકલ, પુડુચેરી, અને યનમમાં તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. છેલ્લા કેટલાક દિવસથી પુડુચેરી અને તેના બહારના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

4/6
image

મિચૌંગ ચક્રવાતને જોતા ચેન્નાઈમાં આગામી 48 કલાક સુધી વિજળી અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. NDRF ની 18 ટીમો તમિલનાડુ, ઓડિશા, પુડુચેરી, અને આંધ્ર પ્રદેશમાં તૈનાત કરાઈ છે. 

5/6
image

તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને સંભાવના મુજબ મિચૌંગ ચક્રવાતથી પ્રભાવિત  થનારા વિસ્તારોને લોકોને કાઢવા અને સુરક્ષા સુનિશ્ચિત કરતા પગલાં ભરવા આદેશ આપ્યા છે. આ ચક્રવાત હિન્દ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ઉઠનારું ચોથું ચક્રવાત છે. 

ગુજરાત માટે આગાહી

6/6
image

રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યાં મુજબ આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી. અમરેલી જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી. પશ્ચિમ દિશાના પવનો ના કારણે ભેજના કારણે 2 દિવસ સુધી વરસાદ પડી શકે છે. બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થઈ શકે છે. ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે. પવનનીગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.