ભયાનક આગાહી! ડિસેમ્બરની આ તારીખે આવશે મોટું સંકટ, વાવાઝોડું અને કાતિલ ઠંડી એકસાથે ત્રાટકશે

Ambalal Patel Rainfall Prediction : પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની અસર હવે બરાબરની વર્તાઈ રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, કચ્છના નલિયામાં 10 ડિગ્રી તો ડીસામાં નોંધાયું 12.4 ડિગ્રી તાપમાન, દાહોદમાં 12.3 ડિગ્રી, અમદાવાદમાં 13 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે બતાવે છે કે ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધ્યું છે. 
 

ઉત્તર ભારતને કારણે ગુજરાતમાં ઠંડીવ વધી 

1/4
image

ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે કાતિલ ઠંડી પડી રહી છે. ખાસ કરીને  ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લૂ અને મનાલીમાં હિમવર્ષા થઈ છે. જેના કારણે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. જો કે, વધારે બરફવર્ષાના કારણે કેટલાક રસ્તા બંધ થઈ જતા પર્યટકો ફસાયા છે. કુલ્લૂ અને લાહૌલ-સ્પિતિથી પ્રવાસીઓને ફરી મનાલી મોકલવામાં આવી રહ્યા છે. બરફવર્ષા વચ્ચે પણ પોલીસ જવાનો ફરજ બજાવતા જોવા મળ્યા. તો આ તરફ ગંગોત્રી ધામમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ. હિમવર્ષાના કારણે ખૂબસુરત નજારાઓ જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી છે..

વાવાઝોડાની તારીખ નોંધી લો

2/4
image

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. 

બંગાળની ખાડીમાં વાવાઝોડું પેદા થઈ રહ્યું છે 

3/4
image

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે. જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળ વાયુ આવે અને ક્યાંક છાંટા પણ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. એટલે કે 16 થી 22 ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળ વાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉચકાઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષોપ બાદ 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીને અહેસાસ થશે.  

હવામાન વિભાગે પણ કહી દીધું

4/4
image

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીયા દબાણનો વિસ્તાર રચાયો છે, જે અપર એરના ચક્રવાતી પરિભ્રમણથી પ્રભાવિત છે. સિસ્ટમ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને છેવટે 11 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુ અને શ્રીલંકા નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.