કરફ્યૂમાં કરિયાણું નહિ મળે એ બીકે બહાર નીકળ્યા અમદાવાદીઓ, જોતજોતામાં ભીડ કરી નાંખી

અમદાવાદમાં આજથી કરફ્યૂ નંખાયો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી અમદાવાદ સંપૂર્ણ (curfew ahmedabad) બંધ રહેશે. તો સાથે જ શનિવાર અને રવિવારે દિવસ દરમિયાન પણ કરફ્યૂ (Curfew) રહેશે તેવી જાહેરાત કરાઈ છે. આ દરમિયાન અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ત્યારે શુક્રવારની સવારથી અમદાવાદમાં લોકો પેનિક થયા છે. કરફ્યુની જાહેરાતને પગલે લોકો માર્કેટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા ઉમટ્યા છે. સવારથી જ શાકભાજી અને અન્ય જરૂરી વસ્તુઓ લેવા પડાપડી થઈ રહી છે. તો ભીડ ઉમટતા Amc દ્વારા જમાલપુર ફૂલ બજાર અને શાક માર્કેટ ખાલી કરાવવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ રહી છે. બજારમાં ઉમટેલી ભીડને પગલે તંત્રની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટીમો ઉતારવામાં આવી છે. કાલુપુર બજારમાં પણ ભીડ થતા તંત્ર એક્શનમાં આવી ગયા છે. 

ગૌરવ પટેલ/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં આજથી કરફ્યૂ નંખાયો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી અમદાવાદ સંપૂર્ણ (curfew ahmedabad) બંધ રહેશે. તો સાથે જ શનિવાર અને રવિવારે દિવસ દરમિયાન પણ કરફ્યૂ (Curfew) રહેશે તેવી જાહેરાત કરાઈ છે. આ દરમિયાન અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ત્યારે શુક્રવારની સવારથી અમદાવાદમાં લોકો પેનિક થયા છે. કરફ્યુની જાહેરાતને પગલે લોકો માર્કેટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા ઉમટ્યા છે. સવારથી જ શાકભાજી અને અન્ય જરૂરી વસ્તુઓ લેવા પડાપડી થઈ રહી છે. તો ભીડ ઉમટતા Amc દ્વારા જમાલપુર ફૂલ બજાર અને શાક માર્કેટ ખાલી કરાવવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ રહી છે. બજારમાં ઉમટેલી ભીડને પગલે તંત્રની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટીમો ઉતારવામાં આવી છે. કાલુપુર બજારમાં પણ ભીડ થતા તંત્ર એક્શનમાં આવી ગયા છે. 

અમદાવાદના દરેક માર્કેટમાં ભીડ

1/5
image

અમદાવાદ મહાનગર પાલિકાના કર્ફ્યુના નિર્ણયની મોટી અસર જોવા મળી છે. શાકભાજીથી લઈને દૂધની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા જોવા મળ્યા છે. 

માલ વેચવામાં માસ્ક વગર જોવા મળ્યા વેપારીઓ

2/5
image

તો શાકભાજીના અનેક વેપારીએ અને ગ્રાહકો માસ્ક વિનાના જોવા મળ્યા. કરફ્યૂ લાંબું ચાલવાનો લોકોને ડર છે, ત્યારે આ ડરના પગલે નાગરિકો શાકભાજીનો સ્ટોક કરવા લાગ્યા છે. તો બીજી તરફ શાકભાજીના છૂટક વેપારીઓએ પણ કર્ફ્યુના નિર્ણયનો લાભ ઉઠાવતા જોવા મળ્યા. નિર્ધારિત ભાવ કરતાં વધારે ભાવથી શાકભાજીનું વેચાણ કર્યું.

ડીમાર્ટ બહાર લાંબી લાઈન લાગી

3/5
image

અમદાવાદમાં લોકોને લાગ્યું કે, એપ્રિલ-મે મહિના જેવી કરફ્યૂની સ્થિતિ આવશે તો તે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા તકલીફ પડશે. તેથી ધરવખરીનો સામાન લેવા માટે લોકો માર્કેટ પહોંચ્યા. તો ડી માર્ટની બહાર પણ સવારથી લાંબી લાઈન જોવા મળી. લાંબી લાઈનો છતા લોકો ત્યાંથી હટ્યા નથી.

અમદાવાદીઓએ કરફ્યૂને આવકાર્યું

4/5
image

તો બીજી તરફ, અમદાવાદના નગરજનોએ કર્ફ્યુને આવકાર્યો છે. એએમસીએ યોગ્ય નિર્ણય કર્યો હોવાનો લોકોનો મત છે. દિવાળીના તહેવારના પગલે બજારમાં મોટી સંખ્યામાં ઊમટી પડેલા લોકોના કારણે કોરોનાના કેસ વધ્યા હોવાનું લોકોનું તારણ છે. 

જરૂર પડે હજુ સરકારે વધુ કડક પગલાં લેવા જોઇંએ તેવું અમદાવાદીઓએ કહ્યું

5/5
image

જરૂર પડે હજુ સરકારે વધુ કડક પગલાં લેવા જોઇંએ તેવું અમદાવાદીઓએ કહ્યું. લોકોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં જગ્યા ખાલી નથી ત્યારે આ પગલું અનિવાર્ય છે. રાત્રિના કર્ફ્યુથી રાત્રે ચાલતા રેસ્ટોરા તથા અન્ય વ્યવસાયને અસર થશે, પણ કોરોનાને અટકાવવા કર્ફ્યુ યોગ્ય છે.