શહેરની સદાય રક્ષા કરતી નગર દેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ; દર્શન માત્રથી થાય છે દુ:ખોનો અંત

ઝી બ્યુરો/અમદાવાદ: આજે નવરાત્રીનો આઠમો દિવસ છે. ત્યારે નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ છે. આજે ભદ્રકાળી માતાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. માતાને આજના દિવસે 100 સાડીઓ અર્પણ કરવામાં આવી છે. 
 

1/7
image

એટલું જ નહીં, 100થી વધુ ધ્વજા અર્પણ કરવામાં આવી છે. બીજી બાજુ આજના દિવસે નગરદેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા છે. રાત્રે 12 વાગે ભદ્રકાળી મંદિરમાં પણ હવન થશે. સવારે 5 વાગે હવન બાદ નેવેદ્ય ચઢાવવામા આવશે. 

2/7
image

નવરાત્રિમાં આઠમના દિવસે ભદ્રકાળી મંદિરનું અનેરુ મહત્વ હોય છે. કે અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે. જેથી ભક્તો માતાજીના આશિર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે. આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનો લાહવો લેવા જેવો છે. જેથી ભક્તોની ભારે ભીડ આઠમ અને નોમમાં રહે છે. ભદ્રકાળી મંદિરે રાત્રે આઠમનો હવન શરુ થશે જે સવારે પૂર્ણ થશે.

3/7
image

દિવાળીનાં એક દિવસ પૂર્વે અમદાવાદનાં સહુથી જુના અને સસ્તા ભદ્ર પાથરણા બજાર ખાતે છેલ્લા ઘડીની ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભદ્ર ખાતે ગુજરાતનાં તમામ જિલ્લાઓ અને અમદાવાદ મહાનગરથી ખરીદી કરવા ઉમટી પડતા અનોખો નજારો સર્જાયો હતો.

4/7
image

નવરાત્રિ દરમિયાન દુર્ગા અષ્ટમીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે દુર્ગા અષ્ટમીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના નગરદેવી મા ભદ્રકાલીમાં માઇ ભક્તોએ વહેલી સવારથી ભારે ભીડ લગાવી હતી. આજે માતાજીનો વિશેષ ફૂલોનો શ્રીંગાર કરવામાં આવ્યો છે. માતાજીની એક ઝલક મેળવવા ભક્તોની ભીડ છે.

5/7
image

દુર્ગા અષ્ટમીના દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાષ્ટમીના દિવસે કુન્યા પૂજા પણ કરવામાં આવે છે. આ પ્રસંગે અપરિણીત છોકરી અથવા નાની છોકરીને દેવી દુર્ગાની જેમ શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.

6/7
image

વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં આ મંદિરની સ્થાપના કરી હતી. કર્ણદેવે આશાવલી ભીલને પરાસ્ત કરી સાબરમતી કિનારે કર્ણાવતી નગરી સ્થાપી. અહમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે કિલ્લો બનાવ્યો હતો. અને આ કિલ્લાની રક્ષા કરતાં નગરદેવી માતા ભદ્રકાળી કહેવાયાં. મા ભદ્રકાળીનો પરચો થતાં મુઘલ સુબા આઝમખાન પણ દર નવરાત્રિમાં માતાને ચૂંદડી ચઢાવતા હતા. તો ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવીનાં દર્શન કર્યા હતા.

7/7
image

એક લોકવાયકા અનુસાર નગરદેવી મા ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા. ત્યારે મા ભદ્રકાળીને દરબાને અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે મા ભદ્રકાળી થાકી ગયા હતા અને તેમણે પોતાનો હાથ કિલ્લાનાં દરવાજા પર મુકયો હતો અને ત્યારથી મા ભદ્રકાળીનાં હાથની છાપ ત્યારથી બની ગઈ છે.