અમદાવાદીઓને ટેન્શન લાવી દે તેવી તસવીરો, રોજ આ સ્થળે ભેગા થાય છે 200થી વધુ લોકો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સરેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો. કડિયા નાકા પર સેંકડો લોકો એકઠા થયેલા જોવા મળ્યાં

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાથી બચવા માટે બે નિયમોને ગાંઠ વાળીને યાદ રાખી લેવું જરૂરી છે. એક માસ્ક અને બીજું સોશિયલ ડિસ્ટન્સિંગ. માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવા વારંવાર અપીલ કરતા છતા લોકો સમજતા નથી, અને આમ પોતાનો જ જીવ જોખમમાં મૂકી દે છે. ત્યારે અમદાવાદની શોકિંગ તસવીરો સામે આવી છે. અમદાવાદ (Ahmedabad) ના નિકોલ વિસ્તારમાં સરેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોવા મળ્યો હતો. તસવીરમા જ જોઈ શકાય છે કે, કેવી રીતે એક જ સ્થળે 200 થી વધુ લોકો હાજર છે. 

1/3
image

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સરેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો. કડિયા નાકા પર સેંકડો લોકો એકઠા થયેલા જોવા મળ્યાં. અહીં રોજેરોજ છૂટક મજૂરી કરતા લોકો આવે છે. જેઓ કોઈ પ્રકારની તકેદારી રાખતા નથી.

2/3
image

છૂટક મજૂરી કરતા લોકો મોટી સંખ્યામાં અહીં સવાર સવારમાં પહોંચી ગયા. આમાંથી કેટલાય લોકોએ માસ્ક પહેર્યા નથી, કે નથી  સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યું.

3/3
image

ઉલ્લેખનીય છે કે, આ એ વિસ્તાર છે, જ્યાં રોજબરોજ નાની-મોટી મજૂરી કરીને મજૂરો પેટિયુ રળતા હોય છે. તેઓ કામની શોધમાં અહી આવતા હોય છે. જે લોકોને કામ કરાવવાનું હોય તેઓ અહીંથી મજૂર લઈ જાય છે. હજુ સુધી તંત્રનું ધ્યાન આ સ્થળ પર ગયુ નથી. આવા સ્થળો કોરોનાના સુપરસ્પ્રેડર બની શકે છે. તેથી જો તંત્ર ધ્યાન આપે તો કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય છે.