વિશ્વ કપ 2019 દરમિયાન આ 5 ફીલ્ડરો પર રહેશે વિશ્વભરની નજર

ક્રિકેટમાં યો-યો ટેસ્ટ જેવા પેરામીટરે ખેલાડીઓને લર્નર અને ફિટર બનાવી દીધા છે. આધુનિક ક્રિકેટમાં ફીલ્ડર હવે બોલને સીમા રેખા પર પહોંચતા પહેલા રોકી લે છે અને પોતાની ટીમ માટે કેટલાક મહત્વપૂર્ણ રન બચાવે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા આગામી વિશ્વકપમાં ફીલ્ડરોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહેવાની છે. ખાસ કરીને જ્યારે વનડે ક્રિકેટમાં આજકાલ 300 કે તેથી વધુ રનનો સ્કોર સામાન્ય વાત થઈ ગઈ છે. 
 

આગામી વિશ્વ કપમાં પાંચ એવા ફીલ્ડર હશે, જેના પર રહેશે તમામની નજર 

રવીન્દ્ર જાડેજા (ભારત)

1/5
image

ભારતીય ટીમમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા કાંડાના સ્પિનર હોવાથી કેપ્ટન વિરાટ કોહલીને તે આશા રહે છે કે જાડેજા મેદાન પર વધુ મહેનત કરે. એક સ્પિનર તરીકે જાડેજા માટે વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવવી આસાન કામ નહતું, પરંતુ તેની ફીલ્ડિંગને કારણે પસંદગીકારોએ તેને વિશ્વકપની ટીમમાં પસંદ કર્યો છે. 

ડાઇવ લગાવીને મુશ્કેલ કેચોને પણ આસાન બનાવનાર જાડેજા હંમેશા બેટ્સમેનો પર દબાવ બનાવે છે અને જ્યાં તે ઉભો રહે છે ત્યાંથી બેટ્સમેનો માટે રન લેવો સરળ નથી.

ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)

2/5
image

આઈપીએલમાં પોતાની ફિટનેસ સાબિત કરી ચુકેલા ઓસ્ટ્રેલિયાના વોર્નરને આ સમયે ટીમમાં સૌથી સારો ફીલ્ડર માનવામાં આવે છે. ટીમમાં એરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલ હોવા છતાં ઓસ્ટ્રેલિયાને વિશ્વકપમાં વોર્નર પાસેથી તે પ્રકારની ફીલ્ડિંગની આશા હશે, જેવી તેણે આઈપીએલમાં કરી હતી. 

બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ)

3/5
image

2015ના વિશ્વ કપ બાદથી સ્ટોક્સ પોતાની ટીમ માટે સર્વશ્રેષ્ઠ ફીલ્ડર બનીને બહાર આવ્યો છે. ઈંગ્લેન્ડની બેટિંગ આ સમયે શાનદાર પ્રદર્શન કરી રહી છે અને સ્ટોક્સ એકમાત્ર ખેલાડી છે, જે ઘણા સારા ફીલ્ડરોમાં સામેલ છે. પોતાની યજમાનીમાં રમાનારા વિશ્વકપમાં ઈંગ્લેન્ડે જો પ્રથમ વાર ટાઇટલ જીતવું છે તો સ્ટોક્સની ફીલ્ડિંગ મહત્વપૂર્ણ રહેશે. (ફોટો સાભારઃ રોયટર્સ)

ફાફ ડુ પ્લેસિસ (દક્ષિણ આફ્રિકા)

4/5
image

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસિસ, હાલમાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે સારી ફીલ્ડિંગ કરી ચુક્યો છે. કેપ્ટન એમએસ ધોનીને ડુ પ્લેસિસની ફીલ્ડિંગ પર વધુ વિશ્વાસ હતો તેથી તે ફાફને હંમેશા બાઉન્ડ્રીની પાસે રાખતો હતો. પરંતુ વિશ્વ કપમાં ડુ પ્લેસિસની ભૂમિકા અલગ હશે અને તે બેટ્સમેનોની પાસે ઉભો હશે. 

આંદ્રે રસેલ (વેસ્ટ ઈન્ડિઝ)

5/5
image

વેસ્ટઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક રસેલ આઈપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે પોતાની ફીલ્ડિંગ અને બેટિંગનો જલવો દેખાડી ચુક્યો છે. 2016ના ટી20 વિશ્વકપમાં તેણે પોતાના એક શાનદાર થ્રોથી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાને રન આઉટ કર્યો હતો. વિન્ડીઝ ટીમ માટે તેની ફીલ્ડિંગ વિશ્વકપમાં મહત્વની રહેશે.