IPLમાંથી મુંબઈ બહાર ફેંકાતા પંડ્યાના ઘરમાં પડ્યો ડખો! પત્નીએ અલગ કર્યું પોતાનું નામ!

Hardik Pandya: એવી ચર્ચાએ જોર પકડ્યું છેકે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાંથી ખરાબ રીતે બહાર ફેંકાઈ ગયા બાદ તેના કેપ્ટન હાર્દિક પંડ્યાના ઘરમાં ડખો પડ્યો છે! ખેલાડીનું ઘર ભાંગવાની વાત સાચી છે?

1/7
image

IPL 2024: આઈપીએલ ટુર્નામેન્ટ હાલ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પરંતુ ચર્ચામાં તો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા વધારે છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ અફવાએ જોર પકડ્યું છેકે, આઈપીએલમાંથી ખરાબ રીતે બહાર ફેંકાઈ ગયા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને તેની પત્ની વચ્ચે ખટરાગ ઉભો થયો છે. ચર્ચા તો એવી પણ છેકે, આ વાત એટલે સુધી પહોંચી ગઈ છેકે, પત્નીએ પોતાના નામમાંથી પતિનું નામ પણ અલગ કરી દીધું છે. શું છે આખો મામલો એ પણ જાણીએ વિગતવાર...

2/7
image

આ વખતે હાર્દિક પંડ્યા તેની પત્ની સાથેના સંબંધોની અફવાઓને કારણે ચર્ચામાં છે. ‘હાર્દિક પંડ્યા’ની પત્ની ‘નતાશા સ્ટેનકોવિક’ના સંબંધોને લઈને અફવાઓનું બજાર ગરમ છે. વિગતો એવી છે કે, તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના પતિનું નામ હટાવી દીધું છે.

3/7
image

જૂન મહિનાના પહેલા અઠવાડિયાથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડકપ રમાવાનો છે. આ વખતે હાર્દિક પંડ્યા તેની પત્ની સાથેના સંબંધોની અફવાઓને કારણે ચર્ચામાં છે. ‘હાર્દિક પંડ્યા’ની પત્ની ‘નતાશા સ્ટેનકોવિક’ના સંબંધોને લઈને અફવાઓનું બજાર ગરમ છે. વિગતો એવી છે કે, તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના પતિનું નામ હટાવી દીધું છે.  

4/7
image

આ ઘટના બાદથી લોકો સોશિયલ મીડિયા પર તેમના સંબંધોમાં તિરાડની અટકળો લગાવી રહ્યા છે. જોકે, આ વાતમાં કેટલું સત્ય છે તે અંગે દંપતીએ હજુ સુધી કોઈ નક્કર જવાબ આપ્યો નથી. હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નને 4 વર્ષ થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ મે 2020માં નતાશા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હાર્દિક અને નતાશા પણ માતા-પિતા બની ગયા હતા.

5/7
image

હાર્દિક પંડ્યાની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષે બહાર થઈ ગઈ છે. ઘણી વખત IPL ફાઈનલ જીતનારી ટીમનો ભાગ રહી ચૂકેલી હાર્દિક પંડ્યાની ટીમ આ વખતે ક્વોલિફાયર પહેલા જ બહાર થઈ ગઈ છે. આ વર્ષે પણ IPLમાં હાર્દિકે ઘણી વખત હેડલાઈન્સમાં રહ્યો છે. મુંબઈની ટીમની કેપ્ટનશીપ કરી ચૂકેલ ક્રિકેટર હાર્દિક પંડ્યા હવે ફરી એકવાર ચર્ચામાં છે. જોકે, નતાશાએ હજુ પણ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના પતિ સાથેની તસવીરો હટાવી નથી. હાર્દિક પંડ્યા અને નતાશાની લવ સ્ટોરી મુંબઈમાં એક પાર્ટી દરમિયાન શરૂ થઈ હતી. અહીં બંને પહેલીવાર મળ્યા અને બંને મિત્રો બની ગયા. આ પછી બંનેએ ઘણો સમય સાથે વિતાવવાનું શરૂ કર્યું.

6/7
image

હાર્દિક અને નતાશાએ થોડા મહિના સાથે વિતાવ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આ પછી બંને થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા રહ્યા. બંનેએ પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. લોકડાઉન ખતમ થયા પછી, હાર્દિક પંડ્યા અને નતાશાએ 2020 માં લગ્ન કરીને તેમના પ્રેમને જાહેર કર્યો. ગયા વર્ષે 2023માં નતાશાએ પુત્રને જન્મ આપ્યો હતો. હવે હાર્દિકનો ખુશમિજાજ પરિવાર ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથે જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે હાર્દિક અને નતાશાના સંબંધોમાં તિરાડની અફવાઓ પણ સામે આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આમાં કેટલું સત્ય છે.

7/7
image

તેમના સંબંધોની વાત પણ લોકોના મગજમાં આવી ગઈ છે કારણ કે 4 માર્ચે હાર્દિકની પત્ની નતાશાનો જન્મદિવસ હતો. પરંતુ તેની પત્નીના જન્મદિવસ નિમિત્તે પણ હાર્દિકે કંઈપણ પોસ્ટ કર્યું નથી. આ પછી પણ ચાહકોને તેમના સંબંધો વિશે ઘણી શંકા છે. હવે બંને મુંબઈમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સંબંધોને લઈને ઘણી હેડલાઈન્સ હતી. હવે તેમના સંબંધોમાં તિરાડની અફવાઓ પણ વેગ પકડી રહી છે. જો કે તેમની સત્યતા સમય સાથે જ બહાર આવશે.