આ શહેરમાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ વેચાય છે Drugs, ચોકલેટ-કેન્ડી કરતા પણ મામૂલી કિંમતે મળે છે ડ્રગ્સ

દુનિયામાં એક શહેર એવું પણ છે જ્યાં ડ્રગ્સ શાકભાજીની જેમ વેચાય છે અને તેની કિંમત ચોકલેટ કે કેન્ડીથી પણ ઓછી છે.

ડ્રગ્સ અને નશાની લતને ભારતીય સમાજમાં ખુબ જ ખરાબ ગણવામાં આવે છે. આ સાથે જ આરોગ્યની દ્રષ્ટિએ પણ તેના અનેક ગંભીર પરિણામો ભોગવવા પડે છે. પરંતુ દુનિયામાં એક શહેર એવું પણ છે જ્યાં ડ્રગ્સ શાકભાજીની જેમ વેચાય છે અને તેની કિંમત ચોકલેટ કે કેન્ડીથી પણ ઓછી છે. આ શહેરનું નામ છે સાઓ પાઉલો (Sao Paulo). બ્રાઝિલના આ શહેરમાં તમને રસ્તાઓ પર નશેડી લોકો ઘૂમતા નજરે ચડશે અને ક્રેક ડ્રગ્સના વેચાણના કારણે આ વિસ્તારને જ હવે ક્રેકલેન્ડ (Crackland) નામ અપાયું છે. 

ડ્રગ્સ કેપિટલ બન્યું છે આ શહેર

1/5
image

મિરરના અહેવાલ મુજબ ક્રેકલેન્ડના રસ્તાઓ ઝોમ્બી જેવા દેખાતા લોકોથી ભરેલા પડ્યા છે. લોકો નશો કર્યા બાદ અહીં બેભાન અવસ્થામાં ગમે ત્યાં પડ્યા રહે છે. બ્રાઝિલના સાઓ પાઉલોમાં કોકીનનું ચલણ સૌથી વધુ છે જે ખુલ્લેઆમ બેરોકટોક વેચાય છે. આ વિસ્તાર બ્રાઝિલના ડ્રગ્સ કેપિટલ તરીકે પણ ઓળખાવવા લાગ્યું છે. 

પોલીસ આંખ આડા કાન કરે છે

2/5
image

સ્થિતિ એવી છે કે હવે તો પોલીસે પણ નશેડીઓને પકડવાનું બંધ કરી દીધુ છે. કોઈ પણ રોકટોક, ડર વગર ડ્રગ્સનું ખરીદ વેચાણ થાય છે. હાલમાં જ એક એવી ડ્રગ પેડલર પકડાઈ જેને 'કિટી ઓફ ક્રેકલેન્ડ' કહે છે. જે પોતાના અંડરવિયરમાં ડ્રગ્સ છૂપાવીને તસ્કરી રહી હતી. 

तस्करी के अनोखे तरीके

3/5
image

પોલીસે જણાવ્યું કે 19 વર્ષની લોરેન પોતાની બ્રામાં કોકીન અને ગાંજો છૂપાવીને તસ્કરી કરતી હતી. પોલીસે જ્યારે તેના ઠેકાણા પર રેડ મારી તો ત્યાંથી ભારે પ્રમાણમાં ડ્રગ્સની ખેપ મળી. બ્રાઝિલનો આ વિસ્તાર દુનિયાના સૌથી મોટા ક્રેક કોકીનનું માર્કેટ છે. 

દુકાનો પર ડ્રગ્સનું વેચાણ

4/5
image

ક્રેકલેન્ડમાં નશેડીઓ ખુલ્લેઆમ કપડા વગર ઘૂમે છે અને દુકાનો પર ફ્રી સેમ્પલ તરીકે ડ્રગ્સનું વેચાણ થાય છે. એટલે સુધી કે લોકોને પહેલા મફતમાં ડ્રગ્સ ચખાડીને તેની લત લગાવવામાં આવે છે જેથી કરીને ત્યારબાદ તેઓ તેની કિંમત ચૂકવે. અહીં નેશેડીઓની ભીડ જોઈને એવું લાગે છે કે જાણે આ વિસ્તાર માણસોના કોઈ પ્રાણી સંગ્રહાલય જેવો હોય. 

વાર્ષિક 10 લાખ લે છે ડ્રગ્સ

5/5
image

દુનિયાનું સૌથી વધુ કોકીન પેદા કરનારા બોલીવિયા, પેરુ અને કોલંબિયા જેવા દેશો સાથે બ્રાઝિલની સરહદો જોડાયેલી છે. આ જ કારણ છે કે આ દેશમાં વાર્ષિક લગભગ 10 લાખ લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે. અહીં ક્રેક ડ્રગ્સનું વેચાણ કોઈ કેન્ડીથી પણ ઓછા ભાવે થાય છે જે તમને ખુલ્લા બજારમાં સરળતાથી મળી જાય છે. (તમામ તસવીરો સાંકેતિક)