OMG! મુખમૈથુન દરમિયાન ઉત્તેજીત મહિલા ગળી ગઈ Condom, પછી થયું કંઇક આવું

એક કપલ અંગત પળોમાં એટલું ખોવાઈ ગયું હતું કે, મામલો ડોક્ટર સુધી પહોંચી ગયો. ડોક્ટરોએ સર્જરી કરી મહિલાના ફેફસામાંથી કોન્ડોમ બહાર કાઢ્યો.

નવી દિલ્હી: ક્ષય રોગ અથવા ટ્યૂબરક્લોસિસ (TB) એક ખતરનાક બીમારી છે, જે ફેફસાં પર સીધો હુમલો કરે છે અને ત્યારબાદ કરોડરજ્જુ (Spine) દ્વારા મગજમાં ફેલાય છે. ભૂતકાળમાં, આ રોગ અસાધ્ય (Incurable disease) માનવામાં આવતો હતો પરંતુ આજકાલ, જો આ રોગનો સમય જાણી શકાય, તો સચોટ સારવાર ઉપલબ્ધ છે.

મહિલાની છાતીમાં થતો હતો દુ:ખાવો

1/5
image

LatestLY ના રિપોર્ટ અનુસાર સ્કૂલમાં અભ્યાસ કરાવતી 27 વર્ષની એક મહિલા શિક્ષકની (Female teacher) છાતીમાં દુ:ખાવો (Chest pain) થતો હતો. તે છેલ્લા છ મહિનાથી શરદી (Colds), ઉધરસ (coughs) અને તાવ (fevers) જેવા લક્ષણોથી પીડિત હતી. તે મહિલાને શંકા ગઇ કે તેને TB તો થયો નથીને. તેણે સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કર્યો. ડોક્ટરે તે મહિલાના ટીબીના ઘણા ટેસ્ટ કર્યા પરંતુ તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા. ત્યારે મહિલાની છાતીમાં દુ:ખાવો સતત થઇ રહ્યો હતો.

એક્સ-રેમાં ફેફસામાં મળ્યો સોજો

2/5
image

અંતે ડોકટરોએ મહિલાના ફેફસાનો એક્સ-રે કર્યો. એક્સ-રે કરનારા ડોક્ટરોને ફેફસાની ઉપરની જમણી બાજુએ સોજો જોવા મળ્યો હતો. નજીકની તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું કે ફેફસામાં ઉંધી બેગ જેવી રચનાને કારણે સોજો આવે છે. આ થેલીને લીધે મહિલાને સતત તાવ અને ખાંસી રહેતો હતો.

સર્જરીમાં ફેફસામાંથી કોન્ડમ નીકળ્યો

3/5
image

ત્યારબાદ ડોક્ટરોએ તરત મહિલાને ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો અને સર્જરી કર્યા બાદ તે બેગ જેવી વસ્તુ બહાર કાઝી. તે બેગને જોઇ ડોક્ટર આશ્ચર્યમાં મુકાઈ ગયા. ખરેખર તે બેગ બીજુ કંઈ નહીં એક કોન્ડોમ (Condom) હતો. જ્યારે ડોક્ટરોએ મહિલા અને તેના પતિને આમને-સામને બેસાડીને પૂછપરછ કરી તો મહિલાએ સ્વીકાર્યું કે, મુખમૈથુન દરમિયાન તે કોન્ડોમ ગળી ગઈ હતી. કપલે જણાવ્યું કે શરીરમાં ગયા બાદ કોન્ડમ ઢીલો થઈ ગયો હતો. જેના કારણે મહિલાને ખાંસી અને છીંક આવવા લાગી.

શરમના કારણે જણાવ્યું ન હતું

4/5
image

મહિલાએ જણાવ્યું કે, તે અને તેના પતિ બંને આ કોન્ડોમ (Condom) વિશે જાણતા હતા. પરંતુ શરમના કારણે તે ડોક્ટરને આ વિશે જણાવ્યું ન હતું. જો કે, એક્સરે દરમિયાન ડોક્ટરોને આ વાતની જાણ થઈ ગઈ અને સમય રહેતા તેની સર્જરી કરી. જેના કારણે મહિલાનો જીવ બચી ગયો.

મહિલાની થશે વધુ એક સર્જરી

5/5
image

રિપોર્ટ અનુસાર મેડિકલ લિટરેચરમાં આ એક પ્રકારનો અનોખો કેસ છે. હાલ મહિલાની સ્થિતિ ઠીક છે અને તે તમામ રૂટિન કામ કરી રહી છે. જો કે, કોન્ડોમના (Condom) બાકીના ભાગને નીકાળવા માટે તે મહિલાને ફેફસાની વધુ એક બ્રોન્કોસ્કોપી સર્જરીથી પસાર થવું પડી શકે છે.