આ જિલ્લાઓમાં ઠંડી ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક માટે કોલ્ડવેવની આગાહી

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કોલ્ડવેવ જાહેર કર્યું છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ઠંડી પડવાની સંભાવના છે. 
 

1/4
image

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે. દિવસભર ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થવાનો છે. આ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર વધવાનું છે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. 

આગામી 48 કલાક કોલ્ડવેવની આગાહી

2/4
image

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. તો દિવસે પણ ઠંડા પવનને કારણે લોકોને ઠંડીનો અનુભવ થશે.  

3/4
image

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીયા દબાણનો વિસ્તાર રચાયો છે, જે અપર એરના ચક્રવાતી પરિભ્રમણથી પ્રભાવિત છે. સિસ્ટમ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને છેવટે 11 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુ અને શ્રીલંકા નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.  

4/4
image

સૌરાષ્ટ્રમાં પણ ઠંડી વધી રહી છે. વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટમાં તાપમાન 13.6 ડિગ્રી પહોંચ્યું છે. તો અમરેલીમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહેસાણામાં તો તાપમાન 11.2 ડિગ્રી પહોંચી જતા લોકો ઠંડીથી ઠુંઠવાયા છે. પંચમહાલમાં પણ તાપમાન 12.2 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે વેરાવળમાં તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે.