ગુજરાતમાં વિસ્તારમાં પડશે સૌથી વધુ ઠંડી, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસથી ઠંડીમાં વધારો થયો છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. 5 દિવસ સામાન્ય તાપમાનમાં કોઈ ફેરફાર થવાનો નથી. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં પડી રહી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી પહોંચી ગયું છે.

હવામાન વિભાગની આગાહી

1/5
image

રાજ્યમાં શિયાળો જામી ગયો છે. દિવસે પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે. રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 14 અને ગાંધીનગરમાં તાપમાન 11 ડિગ્રી આસપાસ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.5 ડિગ્રી નોંધાયું છે.  

2/5
image

કોલ્ડવેવની વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિકે કહ્યું કે કચ્છમાં આજે અને આવતીકાલે બે દિવસ કોલ્ડવેવની આગાહી છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડી વધી શકે છે.   

અંબાલાલ પટેલની આગાહી

3/5
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે. ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે. 

વાવાઝોડાનો ખતરો

4/5
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી બે દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થશે. આ પછી તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. . દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.    

5/5
image

દેશમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે. તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળો છવાશે, જ્યારે ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે. આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન સક્રિય થયા છે. જાણો કયું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે?