પલટાઈ ગઈ ગુજરાતમાં આખેઆખી ઠંડીની આગાહી! અપાયું મોટું એલર્ટ, જાણો આગામી સાત દિવસ કેવા રહેશે?

Gujarat Winter Alert: ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ 2થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. 

1/5
image

ગુજરાતમાં ઠંડીને વાત કરીએ તો સૌથી ઠંડું નલિયા 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધારે નોંધાયું છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે.   

ડિસેમ્બરમાં ઠંડી વધશે

2/5
image

ભારતીય હવામાન વિભાગએ નવી આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. 

3/5
image

ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે. 

ક્યારે આવે છે કોલ્ડવેવ

4/5
image

લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 10 ટકા ઓછું હોય અને 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય ત્યારે શીત લહેર જાહેર કરવામાં આવે છે. જો આ સ્થિતિ સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહે તો તેને કોલ્ડ વેવની ઘટના ગણવામાં આવે છે. સામાન્ય રીતે, ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 5-6 શીત લહેર દિવસો જોવા મળે છે. પરંતુ આ વર્ષે, IMD અનુસાર, આ સંખ્યા ઘટીને 2-4 થઈ શકે છે.

5/5
image

ડિસેમ્બરમાં બે-બે વાવાઝોડાની અસર જોવા મળવાની છે. જેની અસર ઠંડી પર જોવા મળવાની છે. તેને કારણે આ ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે શિયાળો હળવો રહેશે અને શીત લહેરના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહેશે. જોકે, વાતાવરણ આગામી સમયમાં કેવી કરવટ બદલવાની છે તે તો આગામી સમયમાં જોવા મળશે.