Ratanjot: રતનજોતમાં નાળિયેર તેલ મિક્સ કરી લગાડવાથી દવા વિના મટે છે આ 5 સમસ્યાઓ

Ratanjot: રનતજોત અનેક ઔષધીય ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ નાળિયેર તેલ સાથે કરવામાં આવે તો તેનાથી 5 શારીરિક સમસ્યાઓ દુર થાય છે. રતનજોતમાં એન્ટી બેક્ટેરિય, એન્ટી ઈંફ્લેમેટરી, એન્ટી વાયરલ ગુણ હોય છે. રતનજોત અને નાળિયેર તેલનું મિશ્રણ સાંધાના દુખાવાથી લઈ સ્કીન અને વાળની સમસ્યાઓ દુર કરી શકે છે. 
 

આર્થરાઈટિસના લક્ષણો

1/6
image

નાળિયેર તેલમાં રતનજોતના પાન પીસીને ઉમેરી પ્રભાવિત જગ્યાએ લગાડવાથી આર્થરાઈટિસના લક્ષણોને કંટ્રોલ કરી શકાય છે. તેનાથી સાંધાના દુખાવા અને સોજા ઓછા થાય છે. 

સ્કિન પ્રોબ્લેમ

2/6
image

રતનજોતમાં નાળિયેર તેલ મિક્સ કરી લગાડવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. તેનાથી સ્કિન હાઈડ્રેટ રહે છે. સાથે જ ખીલ સહિતની તકલીફો મટે છે. 

ઘા ઝડપથી રુઝાય છે

3/6
image

રતનજોતના પાનને નાળિયેરમાં મિક્સ કરી ઘા પર લગાડવામાં આવે તો ઘા ઝડપથી રુજાય જાય છે. કારણ કે રતનજોતમાં હીલિંગ ગુણ હોય છે. 

વાળની સમસ્યા

4/6
image

વાળ સંબંધિત સમસ્યાઓમાં પણ રતનજોત ઉપયોગી છે. રતનજોતમાં નાળિયેર તેલ ઉમેરી વાળમાં લગાડો. તેનાથી વાળ મુલાયમ થાય છે અને વાળ ખરતા અટકે છે. 

અનિંદ્રા અને સ્ટ્રેસ

5/6
image

રતનજોતના મૂળને નાળિયેર તેલમાં મિક્સ કરી તેનાથી માથામાં માલિસ કરવાથી ઊંઘ સારી આવે છે. તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે .

6/6
image