India માં લોંચ થતાની સાથે જ C5 Aircross એ મચાવી ધૂમ, બધી ગાડીઓને આપશે ટક્કર
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફ્રાંસની કાર બનાવતી કંપનીએ આ ગાડી હવે ઈન્ડિયન માર્કેટમાં મુકી છે. સિટ્રોન (Citroen) એ પોતાની મોસ્ટ અવેટેડ પહેલી કાર C5 Aircross ને ભારતમાં લોંચ કરી દીધી છે. આ એક એસયૂવી કાર છે. ખુબ જ આકર્ષક લૂક, શાનદાર ફિચર્સ અને કિંમત પણ આ સેગમેન્ટની ગાડીઓ પ્રમાણે ઠીકઠાક કહી શકાય. હવે ગાડી લેવા માટે બુકિંગ શરૂ થઈ ગયું. માર્કેટમાં આવતાની સાથે જ આ ગાડીએ રીતસરની ધૂમ મચાવી છે. જુઓ આ શાનદાર ગાડીની તસવીરો...
50,000 રૂપિયામાં કરાવો બુકિંગ
જો તમે આ 5 સીટર પ્રીમિયમ એસયૂવી કારને ખરીદવા માંગતા હોવ, તો તમને જણાવી દઈએકે, આ ગાડીનું હાલ બુકિંગ શરૂ થઈ ગયું છે. તમે માત્ર 50,000 જમા કરાવીને આ ગાડી બુક કરાવી શકો છો.
આ કંપનીઓની SUVs ને આપશે ટક્કર
સિટ્રોનની C5 એયરક્રોસનો ઈન્ડિયન માર્કેટમાં Hyundai Tucson, Kia Seltos, MG Hector, Jeep Compass અને Volkswagen Tiguan AllSpace જેવી શાનદાર ગાડીઓ સાથે સીધો મુકાબલો થશે.
1 લીટમાં ચાલશે આટલા કિલોમીટર
કંપની આ કારનું પ્રોડક્શન ભારતમાં જ કરી રહી છે. જોકે, હાલ ઈન્ડિયન માર્કેટમાં માત્ર આ કાર ડિઝલ ઈંજિનમાં જ વેચાણ કરાશે. જેનું બે લીટરનું ડીઝલ ઈંજીન 177bhp નો મેક્સિમમ પાવર અને 400Nm નો પીક ટોર્ક જેનરેટ કરે છે. આ એન્જીન 8 સ્પીડ ઓટોમૈટિક ગિયરબોક્સથી સજ્જ હશે. કંપની દાવો કરે છેકે, આ ગાડી એક લીટર ઈંધણમાં 18.6 કિલો મીટરની એવરેજ આપશે.
C5 Aircross આ ફિચર્સ છે કમાલના
ફિચર્સની વાત કરીએ તો આ એસયૂવી કારમાં 8 ઈંચની ટચ સ્ક્રિન ઈંફોટેંમેંટ સિસ્ટમ આપવામાં આવી છે. જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોટ કરે છે. સાથે જ આ કારમાં ડુઅલ ટોન ડેશબોર્ડ઼ ફિનિશ પૈનારોમિક સનરૂક, 12.3 ડિઝિટલ ઈંસ્ટૂમેંટ કલસ્ટર, ગ્રિપ કંટ્રોલ સિસ્ટમ, બ્લાઈંડ સ્પોર્ટ મોનિટરિંગ અને ડુઅલ ટોન 18 ઈંચ ડાયમંડ કટ એલોય વ્હિલ જેવા અન્ય ઘણાં શાનદાર ફિચર્સ આ કારમાં આપવામાં આવ્યાં છે.
3 વેરિઅંટમાં હશે આ દમદાર કાર
ભારતીયોની પસંદગીને ધ્યાનમાં રાખીને આ કાર ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં આ કારને ત્રણ અલગ અલગ વેરિઅંટમાં બનાવવામાં આવી છે. પહેલાં વેરિઅંટનું નામ Feel (Mono-Tone) છે, જેની કિંમત 29.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. બીજુું વેરિઅંટ છે તેનું નામ Feel (Bi-Tone) રાખવામાં આવ્યું છે. તેની કિંમત 30.40 લાખ રાખવામાં આવી છે. જ્યારે ત્રીજા વેરિઅંટનું નામ છે Shine. તેની કિંમત 31.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બધી જ એક્સ-શો રૂમ પ્રાઈઝ છે.
Trending Photos