Chittorgarh Tourist Places: ચિત્તોડગઢની 6 સૌથી લોકપ્રિય જગ્યાઓ, જ્યાં તમે અવશ્ય જવાનું પસંદ કરશો
Chittorgarh : રાજસ્થાનમાં આવેલ ચિત્તોડગઢ સંસ્કૃતિ અને વારસા માટે ઓળખવામાં આવે છે. ત્યારે ચિત્તોડગઢમાં એવી કઈ લોકપ્રિય જગ્યાઓ છે જ્યાં જવા માટે તમારું મન ચોક્કસ તલપાપડ થશે.
Tourist places in Chittorgarh : રાજસ્થાનમાં આવેલ ચિત્તોડગઢ સંસ્કૃતિ અને વારસા માટે ઓળખવામાં આવે છે. ચિત્તોડગઢ મેવાડના સિસોદિયા રાજવંશની રાજધાની હતી. અને તે પોતાનામાં એક મહાન ઈતિહાસ લપેટીને બેઠું છે. જો તમે પણ સમૃદ્ધ ઈતિહાસવાળી જગ્યા તરફ આકર્ષિત છો અને વધારે જાણકારી મેળવવા માગો છો તો તમે ચિત્તોડગઢનો પ્રવાસ કરી શકો છો. ત્યારે આવો જાણીએ ચિત્તોડગઢમાં 6 સૌથી લોકપ્રિય જગ્યા કઈ-કઈ છે.
ચિત્તોડગઢ કિલ્લો:
ચિત્તોડગઢ શહેર વિશેષ કરીને ચિત્તોડગઢ કિલ્લા માટે જાણીતો છે જે ભારતના સૌથી મોટા કિલ્લામાંથી એક છે. તે એક વિશ્વ ધરોહર સ્થળ પણ છે. કિલ્લા સાથે જોડાયેલા અનેક એવા કિસ્સા છે જે વીરતા અને બલિદાનના મોટા પ્રતીક હતા. તે ઉત્તર ભારતના સૌથી મહત્વપૂર્ણ કિલ્લામાંથી એક છે અને સાચા અર્થમાં રાજપૂત સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.
પદ્મિની પેલેસ:
પદ્મિની પેલેસ એવી જગ્યા છે જ્યાં પ્રસિદ્ધ રાણી પદ્મિની મેવાડ સામ્રાજ્યના શાસક રાજા રાવલ રતન સિંહ સાથે લગ્ન પછી રહેતા હતા. મહેલ અત્યંત ખૂબસૂરત છે અને રાણી પદ્મિની દ્વારા કરવામાં આવેલા બલિદાનના કારણે મોટા ઈતિહાસ સાથે જોડાયેલ છે.
રાણા કુંભા પેલેસ:
રાણા કુંભા મહલ સૌથી જૂના મહેલમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે રાણી પદ્મિનીએ આ મહેલમાં જ જૌહર કર્યું હતું.
સીતામાતા વન્યજીવ અભ્યારણ્ય:
સીતામાતા વન્યજીવ અભ્યારણ્ય પોતાની પ્રાકૃતિક સુંદરતાના કારણે ધરતી પર સ્વર્ગ સમાન છે. ગુલમહોર, સિંદૂર અને રુદ્રાક્ષ સહિત વૃક્ષના ગાઢ જંગલથી ઘેરાયેલી આ જગ્યા લગભગ 423 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ જગ્યાને 1979માં વન્યજીવ અભ્યારણ્યના રૂપમાં જાહેર કરવામાં આવ્યું હતું. પોતાના શાંત વાતાવરણ માટે તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.
કાલી માતા મંદિર:
આ મંદિર ક્ષત્રિય રાજપૂતો, દેવી કાલિકાના મોરી પવાર વંશની કુલદેવીને સમર્પિત છે. આ મંદિર શરૂઆતમાં સૂર્ય ભગવાનને સમર્પિત હતું. પછી કાલિકા માતાની એક મૂર્તિ રાખવામાં આવી અને ત્યારથી મંદિરને કાલી માતાના મંદિર તરીકે ઓળખવા લાગ્યું.
વિજય સ્તંભ:
વિજય સ્તંભને વિજય મિનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને મેવાડ નરેશ રાણા કુંભાએ મહમૂદ ખિલજીના નેતૃત્વવાળી માલવા અને ગુજરાતની સેનાઓ પર વિજયના સ્મારક તરીકે 1440-1448ના મધ્યમાં બનાવડાવ્યું હતું. નકશીકામ અને ડિઝાઈનની સાથે સાથે મકબરાની સંરચના સૌથી આકર્ષક છે.
Trending Photos