100 વર્ષ બાદ બની રહ્યો છે પાવરફુલ ચતુર્ગ્રહી યોગ, આ 3 જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Four Planet Sanyog: વૈદિક જ્યોતિષ અનુસાર મીન રાશિમાં શુક્ર, રાહુ, બુધ અને મંગળનો સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 

ચતુર્ગ્રહી યોગ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી ત્રિગ્રહી યોગ અને ચતુર્ગ્રહી યોગ બનાવે છે. તમને જણાવી દઈએ કે વૈભવના દાતા શુક્ર, વેપારના દાતા બુધ, માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં સંચરણ કરી રહ્યાં છે અને 23 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ યોગનું નિર્માણ થશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેના આ સમયે અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે. 

વૃષભ રાશિ

2/5
image

તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના આવક ભાવ પર બનશે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સોર્સ બનશે. તો જે વેપાર કરી રહ્યાં છે તેને સારો લાભ થશે. નવા બિઝનેસની ડીલ થઈ શકે છે અને બિઝનેસમાં જે મુશ્કેલી છે તે સમાપ્ત થઈ જશે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે દબાવની સ્થિતિનો મજબૂતીથી સામનો કરશો. આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો લાભ થઈ શકે છે.

મિથુન રાશિ

3/5
image

ચતુર્ગ્રહી યોગ તમારા માટે ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં સારી સફળતા મળશે. સાથે જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે, જેની મહેનત રંગ લાવશે અને તેને સરકારી નોકરી મળવાના શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તો આ સમયે નોકરી કરનાર લોકોનું પ્રમોશન થઈ શકે છે. સાથે આ સમયે વેપારીઓને ધનલાભ થઈ શકે છે. નવા ઓર્ડર મળી શકે છે.

કર્ક રાશિ

4/5
image

તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. તો પરિવારના લોકો સાથે તાલમેલ સારો રહેશે અને વાતાવરણ ખુશ રહેશે. આ સમયે તમે નાની-મોટી યાત્રા પર જઈ શકો છો. આ સમયે તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. તમારી મહેનતથી આવકના નવા રસ્તા ખુલશે અને લાભ થશે.   

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.