CHARACTERS OF RAMAYAN: સીતા-રામ સિવાય ક્યાં છે આજે રામાયણના બીજા કિરદારો? જાણવા જેવી છે કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં ફરીવાર 34 વર્ષ બાદ રામાયણનું ટીવી પર કમબેક થયું. કોરોના કાળમાં ત્રીજી વાર સ્ટાર ભારત રામાયણનું પ્રસારળ કરી રહ્યું છે. રામાનંદ સાગરની રામાયણએ રામ, સીતા, લક્ષ્મણ જેવા કિરદારોને અમર કરી દિધા હતા, પરંતુ શોના કેટલાક એવા પણ કિરદાર છે. જેમને ભુલવાનું મુશ્કેલ છે. આજે રામ, સીતા, લક્ષ્મણનું કિરદાર નિભાવવા વાળા કલાકારોને તો બધા જાણે છે. ત્યારે, અન્ય કલાકારો શું કરે છે તે આજે અમે તમને જણાવીશું.

હનુમાન (દારા સિંહ)

1/8
image

ટીવી પર હનુમાનનો કિરદાર દારા સિંહે ભજવ્યો હતો. દારા સિંહ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. રામાયણના સમયે લોકો માત્ર રામ-સિતાના નહીં પણ હનુમાનનો કિરદાર ભજવનાર દારા સિંહના પણ પગે લાગ્તા હતા.    

વિભીષણ (મુકેશ રાવલ)

2/8
image

રામાયણમાં મુકેશ રાવલ વિભીષણના રોલમાં જોવા મળ્યા હતા. તેમના અભિનયથી તેમણે લોકોનું દિલ જીતી લીધુ હતું. 15 નવેમ્બર 2016માં એક ટ્રેન અકસ્માતમાં તેમનું મૃત્યું થયું હતું. એવા અહેવાલ આવ્યા હતા કે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે તેઓ ટ્રેનની અડફેટે આવ્યા હતા.  

રાવણ (અરવિંદ ત્રિવેદી)

3/8
image

રાવણના કિરદારને અરવિંદ ખત્રી બહુ સારી રીતે નિભાવ્યો હતો. જેટલી પ્રશંસા રામ, સીતા અને લક્ષ્મણને મળી એટલા લોકપ્રિય અરવિંદ ત્રિવેદી પણ થયા હતા. અરવિંદ ખત્રી હવે 82 વર્ષના થયા છે અને તેઓ બહુ વધારે ચાલી-ફરી નથી શકતા.

મેઘનાથ (વિજય અરોરા)

4/8
image

રામાયણમાં વિજય અરોરાએ મેઘનાથનો રોલ નિભાવ્યો હતો. આ કિરદારના કારણે તેઓ ખૂબ પોપ્યુલર થયા હતા. જીનત અમાનની સાથે તેમણે યાદો કી બારાત, આશા પારેખ સાથે રાખ અને હથકડી જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. 2 ફેબ્રુઆરી 2007માં પેટમાં કેન્સરના કારણે તેમનું નિધન થયું હતું.  

મંથરા (લલિતા પવાર)  

5/8
image

રામાયણમાં મંથરાનું કિરદાર નિભાવનારા લલિતા પવારને બધા જ ઓળખે છે. 24 ફેબ્રુઆરી 1988માં તેઓ દેવલોક પામ્યા હતા. લલિતા પવારે ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા હતા. પરતું, મંથરાના કિરદારથી તેઓ ઘરે-ઘરે ફેમસ થયા હતા.

કૌશલ્યા (જયશ્રી ગડકર)

6/8
image

રામાયણમાં જયશ્રી ગડકરે કૌશલ્યાનો રોલ નિભાવ્યો હતો. જયશ્રી કેટલીક મરાઠી ફિલ્મોમાં અભિનય કરી ચુકી હતી. 2008માં તેમણે દુનિયાને અલવિદા કિધું હતું.  

કૈકઈ (પદ્મા ખન્ના)

7/8
image

રામાનંદ સાગર સીરિયલ રામાયણમાં કૈકાઈનું પાત્ર અભિનેત્રી પદ્મા ખન્નાએ ભજવ્યું હતું. કૈકઈના પાત્રને તેમણે બહુ સારી રીતે ભજવ્યું હતું. પદ્માએ ફિલ્મ નિર્દેશક એલ સિદના સાથે લગ્ન કર્યા હતા. અને 1990માં તેઓ અમેરિકાના ન્યુ જર્સીમાં શિફ્ટ થઈ ગયા હતા.

દશરથ (બાલ ધુરી)

8/8
image

સીરીયલમાં રામનો પિતાનું રોલ બાલ ધુરીએ ભજવ્યો હતો. બાલ ધુરી મરાઠી સિનેમામાં સક્રિય રીતે કામ કર્યું હતું. સ્ક્રિન પર તેમની પત્ની કૌશલ્યાનો રોલ પ્લે કરનાર જયશ્રી ગડકર તેમની રિયલ લાઈફ પત્ની પણ હતા.