આવતીકાલથી બદલાઇ જશે આ 5 જરૂરી નિયમ, જાણી લો નહીતર થશે નુકસાન

થોડા કલાકો બાદ ઓગસ્ટ થઇ શઇ જશે. 1 તારીખની સાથે જ દર મહિને થનાર ફેરફારોની માફક આ વખતે પણ કેટલાક ફેરફાર થશે. તેમાં બેકિંગ સિસ્ટમ, ગેસની કિંમત, આઇટીઆર રિટર્ન વગેરે સાથે જોડાયેલા કેટલાક અપડેટ સામેલ છે. આ નિયમોમાં થનાર ફેરફારથી તમારા પર સીધી અસર પડશે. 

1/6
image

જો તમે 31 જુલાઇ સુધી રિટર્ન ફાઇલ કર્યું નથી તો 1 ઓગસ્ટથી તમારે દંડ સાથે આઇટીઆર ફાઇલ કરવું પડશે. જો ઇનકમ પેયર્સની આવક 5 લાખ રૂપિયા સુધી અથવા તેનાથી વધુ છે તો તેને 1 હજાર રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. તો બીજી તરફ જો ટેક્સેબલ આવક 5 લાખથી વધુ છે તો તેને 5 હજાર લેટ ફી આપવી પડશે.

2/6
image

પીએમ મોદી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan) ની ઇ-કેવાઇસી કરવાની અંતિમ તારીખ પણ 31 જુલાઇ સુધી છે. 1 ઓગસ્ટથી ખેડૂતભાઇ કેવાઇસી કરી શકશે નહી. જો તમે 31 સુધી ઇ-કેવાઇસી નથી કરાવ્યું તો તમને 12મા હપ્તાના પૈસા નહી મળે. તેના માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઇને ઇ-કેવાઇસી કરાવી શકો છો. 

3/6
image

તમારું એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં છે તો 1 ઓગસ્ટથી ચેક વડે ચૂકવણીના નિયમ બદલાઇ જશે. આરબીઆઇની ગાઇડલાઇન્સના અનુસાર બેંક ઓફ બરોડાના ગ્રાહકોને માહિતગાર કરી કરવામાં આવ્યા છે કે ઓગસ્ટથી 5 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ એમાઉન્ટવાળા ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગૂ કરી દેવામાં આવી છે. તેના અંતગર્ત બેંકને ચેક સાથે જોડાયેલી જાણકારી SMS, નેટ બેકિંગ અથવા મોબાઇલ એપ વડે આપવાની હોય છે. 

4/6
image

દર મહિનાની પહેલી તારીખની માફક આ વખતે 1 ઓગસ્ટથી પણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સંભાવના છે. આ વખતે કંપનીઓ ઘરેલૂ અને કોમર્શિયલ બંને પ્રકારના ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે પણ એક સિલિન્ડરના ભાવમાં 20 થી 30 રૂપિયાનો ફેરફાર થઇ શકે છે. તમને જણાવી દઇએ કે ગત વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડૅર સસ્તો થયો હતો, તો બીજી તરફ ઘરેલૂ ગેસ સિલિન્ડર પર 50 રૂપિયાનો વધારો થયો હતો. 

5/6
image

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) નો લાભ ઉઠાવવા માટે યોજનામાં પોતાના પાકનો વીમો કરાવવો પડશે. તેનું રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે. ત્યારબાદ કોઇપણ રજિસ્ટ્રેશન કરી શકશે નહી અને તમે યોજનાથી વંચિત રહી શકો છો. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તમે ઓનલાઇન અથવા ઓફલાઇન પુરી શકે છો. 

6/6
image

આ વખતે ઓગસ્ટમાં મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા તહેવાર આવી રહ્યા છે. આ કારણે આ વખતે અલગ અલગ રાજ્યોને મળીને કુલ 18 દિવસ બેંક બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા તરફથી ઓગસ્ટમાં ઘણા દિવસ બેંક બંધ રહેવાની જાહેરાત તમારી યાદીમાં જોઇ શકો છો. આ મહિને બીજા અને ચોથા શનિવારે અને ચારેય રવિવાર મળીને કુલ 28 દિવસ બેંક બંધ રહેશે.