કુંભ રાશિમાં ચંદ્રમા, મંગળ અને શનિના સંયોગથી થશે હલચલ, આ 5 જાતકોની વધશે મુશ્કેલી

Shani, Mangal and Chandrama in Aquarius: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. જેની સકારાત્મક અને નકારાત્મક અસર 12 રાશિઓ પર પડે છે. ગ્રહોના સેનાપતિ મંગળ, કર્મફળદાતા શનિદેવ અને ચંદ્રદેવ અત્યારે કુંભ રાશિમાં બિરાજમાન છે. 7 એપ્રિલે ચંદ્રમા સાંજે 7 કલાક 39 મિનિટ પર આ રાશિમાં ઉપસ્થિત રહેશે. જ્યોતિષમાં ચંદ્રમા, મંગળ અને શનિની યુતિને શુભ માનવામાં આવી નથી. તેની યુતિ કાલ એટલે કે 7 એપ્રિલે કેટલાક જાતકોની મુશ્કેલી વધારી શકે છે. આવો જાણીએ ચંદ્રમા, મંગળ અને શનિના સંયોગથી કયાં જાતકોએ સંભાળીને રહેવું પડશે. 
 

મેષ રાશિ

1/6
image

માનસિક અશાંતિ રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ સંભવ છે. સંબંધમાં ભાવુક જોવા મળશો. લગ્ન જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ધૈર્ય બનાવી રાખો. શાંત મગજથી નિર્ણય લો.  

સિંહ રાશિ

2/6
image

પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. મુશ્કેલી વધશે. વાહન ચલાવવામાં સાવધાની રાખો. ઈજા થઈ શકે છે. લવ લાઇફમાં મુશ્કેલીઓ રહેશે. વિરોધી એક્ટિવ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃશ્ચિક રાશિ

3/6
image

માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. અજાણ્યા ભયને લઈને મન પરેશાન રહેશે. લવ લાઇફમાં સમસ્યા રહેશે. આર્થિક મામલામાં ઉતાર-ચઢાવ રહેશે. કાર્યોમાં વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.   

ધન રાશિ

4/6
image

મનમાં નકારાત્મક વિચાર વધુ આવશે. એકાગ્રતાની કમી અનુભવાશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારમાં નુકસાનનો સંકેત છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ક્રોધથી બચો.  

કુંભ રાશિ

5/6
image

શુભ કાર્યોની શરૂઆત ન કરો. વાણી પર નિયંત્રણ રાખો. રોકાણ સાથે જોડાયેલા નિર્ણયો ટાળી દો. મોટી રકમનું રોકાણ ન કરો. તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. સંબંધમાં ભાવનાઓનો ઉતાર-ચઢાવ સંભવ છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.