Chandra Grahan 2024: હોળી પર થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિવાળાને પૈસાના ઢગલે બેસાડશે, ધન-સંપત્તિમાં બંપર વધારો કરશે

Chandra Grahan 2024 Rashifal: વર્ષ 2024ની હોળી ખાસ બનવા જઈ રહી છે. આ વખતે હોળી પર ચંદ્ર ગ્રહણનો સાયો છે. આ  ચંદ્ર ગ્રહણ વર્ષનું પહેલું ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણ ઉત્તર-પૂર્વ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન, રશિયા, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી, પ્રશાંત,એટલાટિક અને આર્કિટિક મહાસાગર વિસ્તારોમાં જોવા મળશે. 

4 રાશિઓને ફાયદો જ ફાયદો

1/5
image

ભારતમાં આ ચંદ્ર ગ્રહણ જોવા મળશે નહીં જેના પગલે સૂતકકાળ પણ લાગશે નહીં. ધાર્મિક માન્યતાઓ મુજબ ચંદ્ર ગ્રહણ દરમિાયન પૂજા પાઠ કરવાનું શુભ મનાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર ગ્રહણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ચંદ્ર ગ્રહણ 4 રાશિઓ માટે ફાયદાકારક રહેશે. જાણો કોણ છે તે લકી રાશીઓ...  

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ શુભ મનાય છે. નોકરીયાતો માટે સારો સમય છે. પ્રમોશનની સાથે સાથે પગાર પણ વધી શકે છે. આર્થિક સ્થિતિમાં પહેલા કરતા સુધારો થશે. અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. કૌટુંબિક સંબંધો પણ મજબૂત થશે. લગ્ન જીવનમાં મીઠાશ આવશે. 

વૃષભ રાશિ

3/5
image

હોળી પર પડનારા આ ગ્રહણથી વૃષભ રાશિવાળાને ફાયદો થઈ શકે છે. ધનલાભના નવા સોર્સ ઊભા થશે. નોકરીયાતો માટે પ્રગતિના દ્વાર ખુલશે. વેપારીઓ માટે પણ સારો સમય છે. નવી ડિલ થઈ શકે છે. રોકાણ માટે સારો સમય છે. તમને સારા પરિણામો મળી શકે છે. 

સિંહ રાશિ

4/5
image

સિંહ રાશિના લોકોને હોળી બાદ સારા દિવસો શરૂ થશે. વેપારમાં ફાયદો થઈ શકે છે. સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. નોકરીયાતો માટે સારો સમય રહેશે. બોસ તમારાથી ખુશ થશે. કામને જોતા નવી નવાબદારીઓ પણ મળી શકે છે. પ્રમોશન થઈ શકે છે.   

ધનુ રાશિ

5/5
image

ધનુ રાશિના લોકોના હોળી પછી સારા દિવસ શરૂ થઈ શકે છે. કાર્યોમાં આવતા વિધ્નો દૂર થશે. સફળતા મળશે. કૌટુંબિક સંબંધો મજબૂત થશે. પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે. લવ લાઈફ પણ પહેલા કરતા સારી થશે. જીવનસાથી-પાર્ટનરનો પૂરો સાથ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)