Miss Universe 2018 : ફિલિપિન્સની સુંદરી પાસે ઝાંખી પડી ભારતની નેહલ, જુઓ 10 તસવીરો
થાઇલેન્ડના બેંગકોક ખાતે આયોજિત કાર્યક્રમમાં મિસ ફિલિપિન્સ કેટરિયોના ગ્રે મિસ યુનિવર્સ 2018 જાહેર થઈ છે.
કેટરિયોનાને શરૂઆતથી જ આ સ્પર્ધા માટે ફેવરિટ માનવામાં આવતી હતી.
અંતિમ પાંચમાં પ્યુટો રિક્કો, વિયેટનામ, દક્ષિણ આફ્રિકા, ફિલિપિન્સ તથા વેનેઝુએલાની સુંદરીઓને સ્થાન મળ્યું હતું.
અંતિમ પાંચમાંથી સવાલ જવાબના રાઉન્ડના આધારે વિજેતા, ફર્સ્ટ રનર-અપ અને સેકંડ રનર-અપ જાહેર કરવામાં આવ્યાં હતાં.
અંતિમ રાઉન્ડના સવાલમાં કેટરિયોનાને પૂછવામાં આવ્યું હતું, "જિંદગીમાં તમે કયો મોટો પાઠ ભણ્યાં છો અને તેને મિસ યુનિવર્સ બન્યાં બાદ કેવી રીતે લાગુ કરશો?"
કેટરિયોનાએ કહ્યું, "હું મનિલા (ફિલિપિન્સની રાજધાની)ની ઝૂંપડપટ્ટીમાં કામ કરું છું. હું હંમેશા મારી જાતને કહું છું કે જો સુંદરતા જોવી હોય તો ત્યાંનાં ગરીબ બાળકોમાં સુંદરતા છે."
આવો જવાબ આપીને ગ્રેએ જજ લોકોના દિલ જીતી લીધા હતા અને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.
આ વખતે મિસ યુનિવર્સ સ્પર્ધાના તમામ નિર્ણાયક મહિલા જજ હતાં.
આ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાની ટેમરિન ગ્રીન ફર્સ્ટ રનર અપ અને વેનેઝુએલાની સ્થેફની ગુટરેજ સેકન્ડ રનર અપ બની છે.
ભારતની નેહલ ચુડાસમા મિસ યૂનિવર્સ 2018 સ્પર્ધામાં ટોપ-20માં તેની જગ્યા બનાવી શકી નહોતી. નેહલ ચુડાસમા મુંબઈમાં રહેતી ગુજરાતી છે. તે મોડલ હોવાની સાથે ફિટનેસ કંસલટન્ટ અને હોસ્ટ પણ છે. નેહલ ફેમિના મિસ ગુજરાત કોન્ટેસ્ટમાં ટોપ-3માં ફાઈનલિસ્ટ બની હતી.
Trending Photos