હવે તમે નક્કી નહિ કરી શકો કે કેનેડાના કયા રાજ્યમાં જઈને ભણવું, બદલાયા નિયમો

Canada Work Permit : કેનેડામાં વધી રહેલી વસ્તીને કાબૂમાં કરવા માટે હવે કેનેડા સરકાર નવા નવા નિયમો લાવી રહી છે. કેનેડા સરકારના આ નિયમો ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા જવાના દરવાજા બંધ કરી રહ્યાં છે. ત્યારે હવે ભારતીયો કેનેડામાં પોતાની ઈચ્છાથી કેનેડામાં ગમે ત્યાં એન્ટ્રી નહિ કરી શકે. હવે કેનેડાના પ્રોવિન્સ (રાજ્ય) નક્કી કરશે કે કયા વિદ્યાર્થીને લેવા કે અને કોને નહિ.

1/7
image

છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા હદ બહાર વધી રહી છે. આ કારણે કેનેડામાં રહેવાની અને નોકરીની સમસ્યા પેદા થઈ છે. ત્યારે કેનેડાની ફેડરલ સરકાર દ્વારા વિઝામાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. 

2/7
image

નવા નિયમ મુજબ, જે વિદ્યાર્થી કેનેડાના સ્ટેટ એટલે કે પ્રોવિન્સમાં જવા માંગતા હશે તો તેને છુટછાટ નહિ મળે. એ સ્ટેટ દ્વારા અપ્રુવલનું સર્ટિફિકેટ મળ્યા બાદ જ ત્યાં જઈ શકાશે. 

3/7
image

કેનેડા સરકારે પ્રોવિન્સ એટલે કે જે-તે સ્ટેટને એન્ટ્રીની જવાબદારી આપી છે. તે મુજબ, એ સ્ટેટ કેટલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને લેવા તે અંગે નિર્ણય લેશે.   

4/7
image

બહારથી આવી રહેલા વિદ્યાર્થીઓ પર કાપ મૂકવા માટે હવે કેનેડા સરકાર સક્રિય બની છે. નવા નિયમ મુજબ, સ્ટેટ કેવા પ્રકારના વિદ્યાર્થીને સ્વીકૃતિ આપશે તે પણ જાણી લો. જે વિદ્યાર્થી હોશિયાર છે, સ્કીલફુલ છે, તેના આધારે તેની પસંદગી કરાશે. 

5/7
image

કેનેડા સરકાર ઉચ્ચ કક્ષાના વિદેશી વિદ્યાર્થીઓને લાવવા માંગે છે, તેથી જો તમારામાં સારું ટેલેન્ટ હશે તો જ તમે કેનેડામા એન્ટ્રી લઈ શકશો. નહિ તો તમારો કોઈ ચાન્સ નથી. 

6/7
image

ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા કેનેડાએ વિદેશના નાગિરકો માટે પોતાના દેશના દરવાજા ખોલી દીધા હતા. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, બહારના દેશોમાંથી મોટી સંખ્યામાં આવી ગયેલા નાગરિકોને કારણે હાલ કેનેડા અનેક સંકટનો સામનો કરી રહ્યું છે. કેનેડામાં વસતી વધતા કેટલીક સમસ્યાઓ વધી રહી છે. હાલ કેનેડા વિવિધ સમસ્યાઓનું કારણ કરી રહ્યાં છે. આર્થિક વિકાસ ને શ્રમિકોની અછતને પહોંચી વળવા માટે જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સનો સહારો લેતી હતી. આ કારણે હવે કેનેડા સરકાર સંકટમાં આવી ગઈ છે. કેનેડામાં હાલ મકાનની અથત તથા અન્ય જરૂરિયાતી સેવાઓમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. 

7/7
image

ત્યારે પહેલીવાર કેનેડાએ તેના હંગામી વિઝાધારકોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. કેનેડામાં 2023માં કુલ વસ્તીમાં હંગામી વિઝાધારકોની વસતીનું પ્રમાણ 6.5% છે. કેનેડામાં 2023માં 25 લાખ હંગામી વિઝાધારકો વસી રહ્યા છે. હાલ દેસ આવાસ સુવિધાની અછતનો સામનો કરી રહ્યું છે. ત્યારે કેનેડામાં વસતી પણ કુદકેને ભૂસકે વધી રહી છે. આ કારણે શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓને મોટી અસર પડી રહે છે. આ કારણે હવે કેનેડાએ હંગામી વિઝાધારકો પર કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.