Photos: બાળ કલાકાર તરીકે નામના મેળવી ચૂકેલી આ અભિનેત્રીના દામન પર લાગ્યો હતો વેશ્યાવૃત્તિનો દાગ, હોટલમાં પડી હતી રેડ

ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ સુધી અનેક એવા બાળ કલાકારો છે જે આજે તો ઘણા મોટા થઈ ગયા છે અને કોઈને કોઈ ફિલ્મ કે ટીવી શોમાં પણ જોવા મળે છે. તેમાંથી અનેક એવા છે જેમણે બાળકલાકાર તરીકે ખુબ ખ્યાતિ મેળવી પરંતુ હવે તો ઓળખવા પણ મુશ્કેલ બને છે. આજે અમે તમને એવી જ એક બાળકલાકાર વિશે જણાવીશું જેણએ  કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે ટીવી શોથી કરી અને આજે જાણીતી અભિનેત્રી છે તથા ખુબ સુંદર અને ગ્લેમરસ પણ થઈ ગઈ છે. આ બાળ કલાકારે પછી તો પ્રોસ્ટિટ્યૂશનનો ધબ્બો પણ ઝેલવો પડ્યો હતો. 

કોણ છે આ અભિનેત્રી

1/6
image

ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ સુધી અનેક એવા બાળ કલાકારો છે જે આજે તો ઘણા મોટા થઈ ગયા છે અને સારી ઓળખ પણ બનાવી રહ્યા છે. આવા જ એક બાળ કલાકાર વિશે જણાવીશું. જેણે કરિયરની શરૂઆત ટીવી શોમાં બાળ કલાકાર તરીકે કરી હતી અને આજે અનેક ફિલ્મો અને વેબ સિરીઝનો ભાગ રહી ચૂકી છે. દમદાર અભિનયની સાથે સુંદરતા અને ગ્લેમર પણ ફેન્સને મોહિત  કરે છે. 

ટીવીથી લઈને ફિલ્મો-વેબસિરીઝમાં કામ

2/6
image

અમે જે અભિનત્રી વિશે વાત કરીએ છીએ તે છે જાણીતી ટીવી સીરિયલ કહાની ઘર ઘર કીમાં પાર્વતીની પુત્રી અને ફિલ્મ મકડીમાં ચતુર બચ્ચીની ભૂમિકા ભજવનારી શ્વેતા બસુ પ્રસાદ વિશે. શ્વેતાને ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષ થઈ ગયા છે અને આટલા વર્ષમાં તેણે દરેક સારા ખરાબ રંગ જોયા છે. તેણે અનેક ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે. પરંતુ તેની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો કે તે લાંબા સમય સુધી ઈન્ડસ્ટ્રીથી ગાયબ  થઈ ગઈ હતી. 

મકડી ફેમ શ્વેતા બસુ પ્રસાદ

3/6
image

શ્વેતા હવે ભલે 33 વર્ષની થઈ ગઈ હોય પરંતુ આજે પણ દર્શકોના માનસ પટલ પર તેની બાળ કલાકાર તરીકેની છબી વસેલી છે. ટીવીથી ફિલ્મોની સફર કરનારી શ્વેતાને વર્ષ 2002માં આવેલી ફિલ્મ મકડીથી નાનકડી ઊંમરમાં મોટી ઓળખ મળી હતી. ફિલ્મમાં શબાના આઝમી પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં શ્વેતા ડબલ રોલમાં હતી. એક સીધી સાદી બાળકી અને એક ખુબ જ ચાલાક બાળકી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. 

સ્કેન્ડલમાં ફસાઈ હતી શ્વેતા

4/6
image

જો કે ત્યારબાદ અચાનક તે ગાયબ થઈ ગઈ. પછી 2014માં એક સમાચાર આવ્યા જેણે બધાને ચોંકાવી દીધા હતા. શ્વેતા બસુની હૈદરાબાદની એક હોટલમાં રેડ દરમિયાન ધરપકડ થઈ હતી. તેને બે મહિના સુધી રેસ્ક્યૂ હોમમાં રાખવામાં આવી હતી. રેસ્ક્યૂ હોમમાંથી બહાર આવ્યા બાદ અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે હૈદરાબાદમાં કોઈ એવોર્ડ ફંક્શન માટે ગઈ હતી. પાછા ફરતી વખતે તેની ફ્લાઈટ મીસ થઈ ગઈ. આથી એવોર્ડ ફંક્શનના મેનેજરે જ તેના માટે આ હોટલ બૂક કરી હતી. 

પ્રોસ્ટીટ્યૂશનનું લાગ્યું હતું લાંછન

5/6
image

શ્વેતાના જણાવ્યાં મુજબ જે રાતે તે ત્યાં રોકાઈ હતી તે રાતે ત્યાં પોલીસ આવી ગઈ અને તેની ધરપકડ કરી લીધી. શ્વેતાએ જણાવ્યું કે જે ઈવેન્ટ મેનેજર હતો તેની પણ ધરપકડ કરી હતી. જો કે આ ઘટના બાદ અભિનેત્રીએ પ્રોસ્ટીટ્યૂશનનો કાળો ધબ્બો ઝેલવો પડ્યો હતો. અનેક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરાયો હતો કે ધરપકડ બાદ અભિનેત્રીએ પ્રોસ્ટીટ્યૂશનની વાત પોતે કબૂલી હતી. પરંતુ રેસ્ક્યૂ હોમમાંથી બહાર આવ્યા બાદ તેણે તમામ લોકોને ખરી ખોટી સંબળાવી દીધી  જેણે આવી અફવાઓ ફેલાવી હતી. 

આજે એક જાણીતો ચહેરો

6/6
image

બે મહિના બાદ શ્વેતાને આ કેસમાં ક્લીન ચીટ મળી હતી અને તે છૂટી ગઈ હતી. આજે શ્વેતા બસુ પ્રસાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો છે. 1991માં બિહારના જમશેદપુરમાં જન્મેલી શ્વેતા બસુ પ્રસાદ સુંદરતામાં મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર મારે છે. તેણે અનેક ફિલ્મો, સિરીઝની સાથે સાથે સાઉથ સિનેમામાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. હાલ અભિનેત્રી પાસે અનેક પ્રોજેક્ટ્સ છે જેને લઈને તે વ્યસ્ત પણ છે.