Bad Time: સારા સમયની માફક ખરાબ સમય આવતાં પહેલાં મળે છે આ સંકેત, જાણ્યા બાદ થઇ જાવ સાવધાન

Bad Time Coming Signs: જેમ દરેક સવાર પછી રાત આવે છે અને દરેક રાત પછી સવાર આવે છે. તેવી જ રીતે જીવનમાં પણ સુખ-દુઃખ, ખરાબ અને સારા સમય આવે છે અને જાય છે. જો કે, કોઈ પણ ઈચ્છતું નથી કે તેના જીવનમાં ક્યારેય ખરાબ સમય આવે. આ માટે વ્યક્તિ નિયમિત રીતે પૂજા કરે છે અને વિવિધ પ્રકારના ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરાબ સમય આવતા પહેલા જ વ્યક્તિને કેટલાક સંકેત મળવા લાગે છે. જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો વ્યક્તિ ખરાબ દિવસો માટે તૈયાર રહી શકે છે.

આરતી

1/5
image

મોટાભાગના લોકો ઘરમાં દરરોજ સવાર-સાંજ પૂજા-પાઠ અને આરતી કરે છે. જ્યારે મોટાભાગે આરતી કરતી વખતે દિવો ઓલવાય છે તો એ વાત તરફ ઇશારો હોય છે કે ખરાબ સમય નજીક છે. 

તુલસી

2/5
image

એવી માન્યતા છે કે ઘરમાં લાગેલો તુલસીનો છોડ જેટલો લીલોછમ રહેશે, પરિવારમાં એટલી જ સુખ-સમૃદ્ધિ બની રહેશે. તો બીજી તરફ તુલસીનો છોડ અચાનક સુકાવવા લાગે છે તો તેનો અર્થ એ છે ક ખરાબ સમય શરૂ થવાનો છે. 

સોનું

3/5
image

જ્યોતિષ શાસ્ત્રમાં સોનાની વસ્તુ ખોવાઇ જવી અશુભ ગણવામાં આવે છે. તો બીજી તરફ તમારી સોનાની કોઇ વસ્તુ અચાનકથી ખોવાઇ જાય છે તો તેનો અર્થ છે કે ઘરમાં મુશ્કેલીઓનો ઢગલો થઇ જશે. 

ઘી

4/5
image

ઘીને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. એવામાં જ્યારે હાથમાંથી અચાનક ઘીનો ડબ્બો પડી જાય છે તો આ પણ ખરાબ સમય તરફ ઇશારો થાય છે. આ વાતને નજરઅંદાજ ન કરતાં સમય રહેતા સાવધાન થઇ જાવ. 

ઉંદર

5/5
image

આમ તો ઘરોમાં ઉંદર આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જો ઘરમાં અચાનક મોટી સંખ્યામાં કાળા રંગના ઉંદર આવવા લાગે છે ખરાબ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે કોઇ મોટું સંકટ તમારે રાહ જોઇ રહ્યું છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ  પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )