Budh Asta 2024: આજથી 28 ઓગસ્ટ સુધી બુધ રહેશે અસ્ત, 3 રાશિ માટે આ સમય ગોલ્ડન પીરિયડ, કારર્કિદી અને વેપારમાં થશે લાભ જ લાભ

Budh Asta 2024: ગ્રહોના રાજકુમાર બુધ સૌથી ઝડપથી રાશી પરિવર્તન કરે છે. બુધ ગ્રહની ચાલમાં ફેરફાર થાય તો તેની અસર પણ દરેક રાશિના લોકોને થાય છે. બુધ ગ્રહ ધન, વેપાર, વાણી, બુદ્ધિ અને સંવાદનો કારક ગ્રહ છે. જ્યારે પણ બુધ ગોચર કરે છે, વક્રી થાય કે માર્ગી થાય કે પછી બુધનો અસ્ત થાય છે તો મોટી ઉથલપાથલ પણ સર્જાઈ શકે છે. બુધની ચાલમાં જે પણ ફેરફાર થાય તેની અસર 12 રાશિ ના લોકો પર જોવા મળે છે..

28 ઓગસ્ટ 2024 સુધી બુધ રહેશે અસ્ત

1/5
image

3 ઓગસ્ટ 2024 ની રાત્રે બુધ ગ્રહ અસ્ત થઈ જશે. બુધ ગ્રહ સુખ, સંપત્તિ, ધન, વૈભવ, બુદ્ધિ, એકાગ્રતા અને વેપારનો કારક ગ્રહ છે. બુધ ગ્રહ 3 ઓગસ્ટથી અસ્ત થઈ 28 ઓગસ્ટ સુધી અસ્ત અવસ્થામાં રહેશે. આ 25 દિવસનો સમય ખૂબ જ મહત્વનો રહેશે. ખાસ તો રાશિ ચક્રની ત્રણ રાશિ એવી છે જેના પર સૌથી વધુ અસર થશે. જોકે આ અસર સકારાત્મક રહેશે. 

મિથુન રાશિ 

2/5
image

બુધ ગ્રહ મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે. બુધનું અસ્ત થવું મિથુન રાશિના લોકો માટે શુભ રહેશે. આ સમય દરમિયાન યાત્રા થશે. કારકિર્દીમાં નામના વધશે. કોઈ નવી તક પણ મળી શકે છે. વેપારીઓ માટે આ સમય વિશેષ શુભ. આર્થિક લાભ થશે. એક કરતાં વધારે સ્ત્રોતથી આવક થશે. લવ લાઇફમાં પોઝિટિવ ચેન્જ આવશે. 

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિના લોકો માટે પણ બુધ ગ્રહનું અસ્ત થવું લાભકારી સિદ્ધ થશે. આર્થિક લાભ વધશે. આવકમાં સુધારો આવશે. બીમારીઓથી છુટકારો મળશે. કારકિર્દીમાં મોટી સફળતા મળી શકે છે. વેપારીઓને મોટો નફો મળી શકે છે. લાઈફ પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. 

કુંભ રાશિ 

4/5
image

કુંભ રાશિના લોકો માટે પણ બુધનું અસ્ત થવું શુભ છે. આ સમય દરમિયાન મોટી ખુશખબરી મળી શકે છે. કરિયરમાં ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. વેપાર કરતાં જાતકોને ખૂબ લાભ મળશે. શત્રુને લઈને સત્રક રહેવું. ખર્ચ વધશે પરંતુ આવકમાં પણ વધારો નોંધાશે. અંગત જીવન સારું રહેશે.

5/5
image