7 દિવસ બાદ સૂર્યની રાશિમાં બનશે સૌથી શક્તિશાળી યોગ, આ જાતકોને મળશે નવી નોકરી, ધનલાભનો પણ સંયોગ
Laxmi Narayan Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
લક્ષ્મી નારાયણ રાજયોગ
વૈદિક જ્યોતિષ અનુસાર 19 જુલાઈએ ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કરી લીધો છે, તો ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ 31 જુલાઈએ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી આ રાશિમાં બંને ગ્રહોની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેના માટે આ સમયે પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો તે રાશિઓ વિશે જાણીએ...
સિંહ રાશિ
તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે, જે આગળ જતા તમારા માટે લાભદાયક રહેશે. આ સમયમાં તમારી બુદ્ધિનો વિકાસ થશે અને તમે તમારા લક્ષ્યો પૂરા કરવા પર ધ્યાન આપશો. જે લોકો પરીણિત છે તેનું લગ્ન જીવન શાનદાર રહેશે. જે લોકો કુંવારા છે તેના માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
ધન રાશિ
લક્ષ્મી નારાયણ રાજયોગ ધન રાશિના જાતકો માટે શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે ધન કમાવાની ઘણી તક મળશે અને બચત પણ કરી શકસો. આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળતા તમે દરેક કામ સરળતાથી કરી શકશો. આ દરમિયાન તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સમયમાં તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રા પણ કરી શકો છો.
વૃશ્ચિક રાશિ
તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ ભાગ્યશાળી રહી શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે તથા તમે જમીન કે વાહન ખરીદવાની દિશામાં આગળ વધશો. તમે રોકાણ કરવા ઈચ્છો છો તો તેનાથી લાભ થશે અને તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. જો તમે વેપારી છો તો તમને સારો ધનલાભ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
Trending Photos