Lakshmi Narayana Yoga: લક્ષ્મી નારાયણ યોગ! બુધ અને શુક્રની યુતિ બનાવશે માલામાલ : આ 4 રાશિઓની સુધરી જવાની છે દિવાળી
Budh Shukra Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલી નાખે છે. આ રાશિ પરિવર્તન તમામ રાશિના લોકોને અસર કરે છે. કેટલાક માટે તે ખૂબ જ શુભ હોય છે અને કેટલાકને નુકસાન કરાવે છે. દિવાળીનો તહેવાર પણ થોડા દિવસોમાં આવી રહ્યો છે. આ પહેલાં ગ્રહોના રાજકુમારો પોતાની રાશિ બદલશે.
લક્ષ્મી નારાયણ યોગ
દિવાળી પહેલાં 29 ઓક્ટોબરે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સુખ-સુવિધાઓ અને લક્ઝરી આપનાર શુક્ર આ રાશિમાં બિરાજમાન છે. બુધ ગોચર પછી બંને ગ્રહો મળીને લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. આ દિવસે ધનતેરસનો પવિત્ર તહેવાર પણ ઉજવવામાં આવશે. બુધ અને શુક્રનો સંયોગ 4 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે. ચાલો જાણીએ...
1. મેષ
મેષ રાશિવાળા લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ શુભ રહેશે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકેલા કામ પૂરા થશે. સમાજમાં તમને ઘણું માન-સન્માન પણ મળશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તમે તેને પાછા મેળવી શકો છો. દિવાળીના તહેવારો તમારા જીવનમાં નવી ખુશીઓ લાવી શકે છે.
2. મિથુન
મિથુન રાશિ ધરાવતા જાતકોને મોટો ફાયદો થઈ શકે છે. જેઓ કામ કરી રહ્યા છે તેમના પગારમાં વધારો જોવા મળી શકે છે. પ્રમોશનની તકો પણ બની શકે છે. વિવાહિત જીવનની સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. જેનાથી તમને ઘણો મોટો ફાયોદો થશે.
3. કુંભ
કુંભ રાશિના જાતકો માટે સમય અનુકૂળ રહેશે. નોકરીમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેનો ઉકેલ આવી શકે છે. આ સિવાય જે લોકો નોકરીની શોધમાં છે તેઓને તેમની ઈચ્છિત નોકરીની ઓફર મળી શકે છે. વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે. તમને તમારા કરિયરમાં નવી તકો મળશે.
4. મીન
મીન રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે. પ્રગતિની તકો પણ રહેશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ મળશે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે. તમારા બોસ તમારા કામને ધ્યાનમાં રાખીને તમને નવી જવાબદારીઓ પણ આપી શકે છે. તમને સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે.
Trending Photos