Budget 2022: બજેટમાં તમને શું મળ્યું, તસવીરોમાં જુઓ નાણામંત્રીના ભાષણની મોટી વાતો
બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 60 લાખ નવી રોજગારીની તકોનું વચન અપાયું છે. બજેટમાં આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આ વખતે બજેટમાં દરેક માટે કઈને કઈ રાખવામાં આવ્યું છે. બજેટમાં નિર્મલા સીતારમણે શું જાહેરાતો કરી છે તેના વિશે જાણો
Nirmala Sitharaman Budget Speech: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2022-2023 (Budget 2022-2023) રજૂ કર્યું છે. પરંતુ આ બજેટમાં સૌથી મોટો ઝટકો કરોડો લોકોને લાગ્યો છે. આવકવેરામાં રાહતની આશા રાખીને બેઠેલા કરોડો સામાન્ય લોકોને નિરાશા હાથ લાગી છે. નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે છેલ્લા સાત વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Trending Photos