મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન
ઉમેશ પટેલ, વલસાડ: રાજ્યના છેવાડે આવેલ વલસાડ શહેરનું એક મોલ ભારે બદનામ છે. આ મોલમાં મોટા-મોટા શો રૂમ આવેલા છે. જોકે આ મોલમાં મોંઘી ચીજવસ્તુઓની સાથે-સાથે યુવતીઓના દેહવેપારનો ધંધો પણ ફૂલ્યોફાલ્યો છે. મસાજની આડમાં સ્પાના સંચાલકો ગ્રાહકોની રાતો રંગીન થતી હતી. જોકે પોસ વિસ્તારમાં આવેલ આ સ્પામાં અગાઉ પણ મોટું સેક્સ રેકેટ ઝડપાઇ ચૂક્યું હતું. જોકે આ વખતે ફરી એક વાર વલસાડ એલસીબીની ટીમે રેડ પાડી 4 લલના સહીત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વલસાડમાં આવેલા સાંઈલીલા મોલમાં ફરી એક વખત દેહવ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું છે. વલસાડ જિલ્લા પોલીસવડાને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લા એલસીબી પોલીસે આ સાંઈ લીલા મોલમાં ચાલતામાં ધ લક્ઝરી એસ્કેપ સ્પા એન્ડ વેલનેસ સેન્ટરમાં રેડ પાડી હતી. તે દરમિયાન પોલીસે આ સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો: 1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમવધુમાં પોલીસની આ કાર્યવાહીમાં સ્પાની આડમાં અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી સેકસ રેકેટ ચલાવતા મેનેજર નીલકુમાર પ્રનેશ અને હાઉસ કીપર મોહમ્મદ ગઝાલીની ધરપકડ કરી હતી. સાથે જ સ્પામાં રંગરેલિયા મનાવવા આવેલ ગ્રાહક એવા વાપીના એક મોટા ઘરના નબીરા મૃદુલ લાલવાણીને રંગેહાથ ઝડપી પાડયો હતો. પોલીસની આ કાર્યવાહીમાં ચાર યુવતીઓ પણ ઝડપાઈ હતી. આ પણ વાંચો: હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ
2019માં પણ પોલીસે આ સ્પામાં રેડ કરી હતી અને ત્યારે પણ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ આ સ્પાને પોલીસે બંધ કરાવી દીધું હતું. એ વખતે પણ આ સેક્સ રેકેટની મુખ્ય સૂત્રધાર એવી મુંબઈની પૂનમ જૈન નામની મહિલાનું નામ ખૂલ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધી હતી. પરંતુ તે જામીન પર મુક્ત થઈ હતી. આ પણ વાંચો: 60 તોલા સોનું, ત્રણ મકાનની માલકિન 20 વર્ષથી હતી કેદ, 8 ફૂટ વધી ગયા'તા વાળ
જોકે તેમ છતા પૂનમ જૈન નામની આ મહિલાએ ફરી એક વખત નામ બદલી ને આ સેક્સ રેકેટ શરૂ કર્યું હતું અને અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી અને આ દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવતી હતી. જોકે આજે પોલીસ ની આ કાર્યવાહી વખતે મુખ્ય આરોપી અને સ્પાની સંચાલિકા પૂનમ જૈન મળી આવી ન હતી. આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી અને તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે એક વખત પોલીસના હાથે ઝડપાયા બાદ જામીન પર છૂટી ફરી એક વખત પૂનમ જૈન એ સેક્સ રેકેટ ચલાવતી હોવાનો પર્દાફાસ થતાં આરોપી પૂનમ જૈનના જામીન રદ કરી તેની ધરપકડ કરી આ કેસમાં ગાળિયો મજબૂત કરવા વલસાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ એલસીબી પોલીસે પાડેલા દરોડામાં સ્પામાં મેનેજર તરીકે કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક, મોહમદ ગઝાલી મોહમદ ફારુક શેખ અને મસાજ કરાવવા આવેલો વાપીના નબીરા મૃદુલ મહેન્દ્ર લાલવાણીને પકડી પાડ્યા હતા. જ્યારે તેની સંચાલિકા પુનમ અશોક જૈન ત્યાં હાજર ન હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી.
પોલીસે આ સ્પામાંથી 2 સિક્કીમ અને 2 મુંબઇની યુવતીને પકડી પાડી હતી. જોકે યુવતીઓનું નિવેદન લઇ પોલીસે તેમને મુક્ત કરી ઝડપાયેલા આરોપીઓ વિરોધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ઝડપાયેલ સેક્સ રેકેટ ફરી એકવાર કોની મદદગારી થી ફરી ધમધમી રહ્યું હતું તે મામલે પણ ઉંડાણપૂર્વક તપાસ થાય તે ખૂબ જરૂરી છે.
Trending Photos