ખાડે ગયો વિકાસ! સરકારની આંખો સામે ગાંધીનગરમાં રોડમાં ખૂપી ગઈ વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ, જુઓ તસવીરો

School Bus Accident:  ગુજરાતમાં ઠેર-ઠેર પોકળ સાબિત થઈ રહ્યાં છે વિકાસના વાયદા. વરસાદ પડતાની સાથે જ ખુલ્લી પડી જાય છે તંત્રની પોલ. અત્યાર સુધી તમને અમદાવાદ, સુરત કે વડોદરા જેવા શહેરોમાં તંત્રની પોલ ખુલ્લી પડેલી જોવા મળતી હતી. ભૂવા પડેલાં જોવા મળતા હતા. ત્યારે સરકારી શહેર ગાંધીનગર સેફ ગણાતું હતું. પણ હવે ગાંધીનગરની પણ દશા બેઠી છે. જુઓ તસવીરો....

1/5
image

આજે સવાર પડતાંની સાથે સરકારની બિલકુલ આંખોની સામે જ વિદ્યાર્થીઓ ભરેલી આખી બસ રોડમાં ખૂપી ગઈ. વિકાસ ખાડે ગયો...

2/5
image

ગાંધીનગરના સેક્ટર 29 માં રીંગ રોડ પર સ્કૂલ બસ ચાલતા ચાલતા અચાનક રસ્તામાં ખુપી ગઈ. બસનું વજન ભ્રષ્ટાચારનો રસ્તો ના ખમી શક્યો અને ચાલતી સ્કૂલ બસનું આગળનું ટાયર ડામરને ફાડીને રસ્તામાં ખૂપી ગયું.   

3/5
image

ભ્રષ્ટાચારથી ખદબદતો ડામરનો રોડ બેસી જતા સ્કૂલ બસનું આગળનું ટાયર રસ્તાની અંદર સમાઈ ગયું. જોકે, આજ રીતે કોઈ મંત્રી, સંત્રી કે નેતાઓની ગાડી ભ્રષ્ટાચારના ખાડામાં કે ભૂવામાં ગરકાવ થઈ જાય તો એમને ખબર પડે. 

4/5
image

નાના ભુલકાંઓને લઈને પસાર થતી બસ સાથે આ દુર્ઘટના એ લાલબત્તી સમાન કિસ્સો છે. હંમેશા મોટી દર્ઘુટના કે જાનહાનિ બાદ જ સરકાર અને તંત્ર જાગે છે. આ ઘટના પરથી હજુ પણ જાગી જાવ તો સારું...

5/5
image

ઉલ્લેખનીય છેકે, આ બસમાં 30થી વધારે બાળકો સવાર હતાં. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી અને બાળકોનો આબાદ બચાવ થયો છે. કેન્દ્રિય વિદ્યાલય શાળાના બાળકોને ઘરે ઉતારવા જતા સમયે ભ્રષ્ટાચારનો ડામર રસ્તા પરથી સરકી ગયો અને બસનું આગળનું ટાયર રસ્તાની અંદર ગરકાવ થઈ ગયું.