હવે સીધા ઘરભેગા થશે ભ્રષ્ટ બાબુઓ! લીસ્ટ તૈયાર, જાણો કોની-કોની દિવાળી બગાડશે ગુજરાત સરકાર

Corruption in Gujarat: કોઈ નોટિસ નહીં...કોઈ સસ્પેન્શન નહીં...ખાતાકિય તપાસ નહીં...હવે સીધા જ ઘરભેગા...જીહાં કાયમ માટે ભ્રષ્ટ અધિકારીઓ થશે ઘરભેગા. ગુજરાત સરકારે હાથ ધર્યું ઓપરેશન ક્લીન. શહેરી વિકાસ અને મહેસૂલ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો...

1/13
image

ગુજરાત સરકારના 3 વિભાગોમાં વર્ષોથી ચાલતો આવ્યો છે સૌથી વધુ ભ્રષ્ટાચાર સરકારના આ મહત્ત્વના વિભાગોમાં ભ્રષ્ટ બાબુઓ ખાય છે સૌથી વધુ મલાઈ શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગમાં ચાલે છે સૌથી વધુ ભ્રષ્ટાચાર ગુજરાત સરકારના આ 3 વિભાગોમાં પૈસા ખવડાવ્યાં વિના નથી થતું કોઈ કામ સરકારના આ 3 વિભાગોમાં ભર્યા છે સૌથી વધુ ભ્રષ્ટાચારી બાબુઓ વિજિલન્સ કમિશનના અહેવાલ અનુસાર આ 3 વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર  

2/13
image

Corruption in Gujarat: પોતાની છબિ સુધારવાનો ભાજપ સરકારનો પ્રયાસ! હાઈકમાન્ડના આદેશ બાદ શરૂ કરાયું ઓપરેશન ક્લીન. જે જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો છે, અથવા જે જે અધિકારીઓ ભ્રષ્ટ હોવાનું સિસ્ટમમાંથી પણ જાણવા મળે છે, તે તમામ સામે સરકારે હવે આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે.  જેમાં હવે ગુજરાત સરકાર દ્વારા આવા ભ્રષ્ટ અધિકારીઓની મસમોટી યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ભ્રષ્ટ અધિકારીઓનો આંકડો 25 કે 50 નો નથી, બલકે આ આંકડો ખુબ મોટો છે. ભ્રષ્ટ બાબુઓનું લીસ્ટ ખુબ લાંબું છે.

3/13
image

એક બાદ એક આ યાદીમાંથી સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ વખતે સરકારે નક્કી કર્યું છેકે, કોઈ નોટિસ, કોઈ સસ્પેન્સન કે કોઈ ખાતાકીય તપાસ નહીં...સીધા જ ઘરભેગા. એ પણ કાયમ માટે ઘરભેગા. હાં તમે જે સાંભળ્યું તે સાચું છે. હવે ગુજરાત સરકાર ભ્રષ્ટ અધિકારીઓને વહેલાં જ સેવા નિવૃત્ત કરીને કાયમ માટે ઘરભેગા કરી રહી છે. એવું પણ જાણવા મળ્યું છેકે, જેમ જેમ મોટા એટલેકે, મહત્ત્વના દિવસો આવશે ત્યારે સરકાર થોડા થોડા કરીને પોતાની પાસે તૈયાર કરાયેલાં ભ્રષ્ટ બાબુઓની યાદીમાંથી એક બાદ એકની હકાલપટ્ટી કરશે. જાણો દિવાળી કોની-કોની દિવાળી બગાડશે સરકાર...

4/13
image

હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને પૈસા લેવા ગુનો છે, તો પૈસા આપનાર પણ ગુનેગાર છે હવે પોતાની છબિ સુધારવા ભાજપ સરકાર કરી રહી છે પ્રયાસ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ગુજરાત સરકારે કરી શરૂઆત મોટાભાગના કૌભાંડો અને ભ્રષ્ટાચારોમાં બાબુઓ સાથે હોય છે નેતાઓની સાંઠગાંઠ શું ભ્રષ્ટ મંત્રીઓ અને નેતાઓ સામે પણ ભાજપ સરકાર લેશે પગલાં?

5/13
image

અધિકારીઓમાં એવી પણ ચર્ચા છેકે, રાજનેતાઓની વાત હવે કેટલી માન્ય રાખવી? કારણકે, ભ્રષ્ટાચારના મોટાભાગના મામલામાં રાજનેતાઓની મિલભગત હોય છે. તેમના ઈન્વોલ્વમેન્ટ વિના મોટો ભ્રષ્ટાચાર શક્ય નથી. તો જો હવે ભાજપ સરકાર પોતાની છબિ સુધારવા અધિકારીઓને ઘરભેગા કરવા બેઠી હોય તો, અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા છે. હવે રાજનેતાઓની વાતો માનીને સરકારી બાબુઓ નહીં કરે આડેધડ સહીઓ...જ્યાં સુધી કાયદાકિય રીતે સરકારના સર્વોચ્ચ હોદ્દેથી કોઈ આદેશ નહીં આવે ત્યાં સુધી અધિકારીઓ પણ કોઈની ભલામણ નહીં સાંભળે એ વાત હવે નક્કી છે.

6/13
image

ગુજરાતની ભાજપ સરકારને ભ્રષ્ટાચારને અજગર ભરડો લાગ્યો છે. કલેક્ટરોના જમીન કૌભાંડ બાદ રાજકોટના અગ્નિકાંડે એક ટાઉન પ્લાનિંગ ઓફિસરના લોકરમાંથી રૂ. 18.18 કરોડની ઈતિહાસની સૌથી મોટી જપ્તીએ તો હાહાકાર મચાવી દીધો છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવા ત્રણ દાયકા પહેલા રાજ્યની પ્રજાએ ભાજપને સત્તા સોંપી હતી. આજે ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે ખુદ રાજ્ય સરકારે ભ્રષ્ટાચારથી પ્રજામાં સરકારની છબિ નબળી પડી રહી છે. 

સરકારે ઢગલાબંધ ભ્રષ્ટ અધિકારીઓનું લીસ્ટ તૈયાર કર્યુંઃ

7/13
image

એક પછી એક કૌભાંડના કારણે હવે સરકાર સફાળી જાગી છે અને પાટનગરના સૂત્રો જણાવે છે કે ખુદ સરકારે ઢગલાબંધ ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજીયાત ઘરે બેસાડી દેવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે, નિવૃત્ત કે સસ્પેન્શન આ સમસ્યાને નિવેડો નથી. દાખલારૂપ કામગીરી કરી, આ અધિકારીઓએ એકત્ર કરેલી કાળી કમાણી જપ્ત થવી જોઈએ. જે અધિકારી ભ્રષ્ટ હોય તો તે જેલ ભેગા પણ થવા જોઈએ એવું માનનારો પણ એક વર્ગ છે.

સરકારના આ વિભાગો છે સૌથી મોટા ભ્રષ્ટાચારનો અડ્ડો!

8/13
image

વિજિલન્સ કમિશનના અહેવાલ અનુસાર રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અંર્ગની ફરિયાદો શહેરી વિકાસ અને મહેસૂલ ખાતામાં થાય છે. આ પછીના ક્રમે પંચાયત અને ગૃહ વિભાગોના વારો આવે છે, તકેદારી પંચ અને એન્ટિ કરપ્શન બ્યૂરોને મળતી અરજી-ફરિયાદના આધારે આ અહેવાલ તૈયાર થયેલો છે. એટલે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર છે જ એ સર્વવિદિત છે. બીજું, રાજ્યસરકારે છેલ્લા એક પખવાડિયામાં જેમની સામે ગેરરીતિની ફરિયાદો છે એવા ક્લાસ વન કે જીએએસ કેડરના પાંચ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે. 

એસીબીમાં થતી દરેક અરજી બાદ પગલાં લેવાતા નથી-

9/13
image

કમનસીબી એવી પણ છે કે એસીબીમાં થતી દરેક અરજી બાદ પગલાં લેવાતા નથી. રાજકોટ અગ્નિકાંડમાં અત્યારે ટીપીઓ મનસુખ સાગઠીયા સામે આકરી કાર્યવાહી થઈ રહી છે. પણ અગાઉ તેમની સામે એસીબીમાં થયેલી ફરિયાદ ધૂળ ખાઈ રહી હતી. સાગઠિયાના વડીલબંધુ કે,ડી. સામે પણ આવી ફરિયાદો થઈ હોવાનું જાણકારો કહે છે, છતાં અત્યારે માત્ર તેમની બદલી જ થઈ છે. કોઈ પગલાં કે તપાસ નહીં.

ભ્રષ્ટાચાર રોકવા માટે એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન ફરજિયાત-

10/13
image

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટ્રેપમાં સૌથી વધારે મહેસૂલ અને પોલીસના અધિકારી પકડાતા હોવાથી સૌથી પહેલો વારો તેમનો આવશે. ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર રોકવા માટે તમામ કર્મચારીઓનું એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (એપીઆર) પણ ફરજિયાત બનાવ્યું છે.

પોતાની છબિ સુધારવા ભાજપ સરકારનો પ્રયાસ

11/13
image

તાજેતરમાં 2000 કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના ભૂતપૂર્વ અને છેલ્લે વલસાડના આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા. એ પહેલાં ગાંધીનગરના ભુતપુર્વ કલેકટર એસ. કે. લાંગાના અબજોના કૌભાંડો બહાર આવતાં તેમની ધરપકડ કરાઈ છે. આ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ભાજપ સરકારની ઈમેજ બગડી હોવાથી સરકારની ઈમેજ સુધારવા ઓપરેશન ક્લીન હાથ કરીને ભ્રષ્ટ્રાચારીઓને ઘરે બેસાડવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ-

12/13
image

રાજ્ય સરકારે નર્મદા અને સહકાર વિભાગના બે અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરીને શરૂઆત કરી હતી. એ પછી ગયા અઠવાડિયે આ દિશામાં મહત્વનું પગલું ભરીને છ અધિકારીને ઘરે બેસાડી દીધા હતા. રાજ્ય સરકારે પહેલાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ત્રણ ઉચ્ચાધિકારીને ફરજિયાત નિવૃત્ત કર્યા પછી ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)ને પણ ફરજિયાત નિવૃત્તિના આદેશ આપીને ઘરે બેસાડી દીધા છે.

13/13
image

રાજ્ય સરકારે, 5 જુલાઈએ રાજ્યના નાણાં વિભાગના નાયબ રાજ્ય વેરા 'કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડી.પી.નેતા અને એસ.એચ.ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરી દીધા હતા. એ પછી ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસના ઉચ્ચાધિકારી એસ.જે. પંડયાને પણ તાત્કાલિક અસરથી રાજીનામું અપાવડાવીને વહેલા નિવૃત્ત કરી દીધા છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપીને એફએમ કુરેશી, ડી.ડી. ચાવડા અને આર.આર.બંસલ એ ત્રણ પિઆઈને ફરજિયાત નિવૃત જાહેર કરી દીધા છે. આ પૈકી દેવન ધનાભાઈ ચાવડા ઉર્ફે ડી.ડી. ચાવડા અને રાજેશકુમાર રામકુમાર બંસલ ઉર્ફે આર.આર.ભેંસલ અમદાવાદ ખાતે નાગરિક સંરક્ષણ દળમાં ફરજ બજાવતા હતા જ્યારે ફારૂક મુહમ્મદ મધરૂફ અહમદ કુરેશ ઉઠે એફ. એમ. કુરેશી રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે જુથ 08માં હથિયારધારી પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. આ તમામ અધિકારીને છેલ્લા પગાર પ્રમાણે ત્રણ મહિનાનો પગાર આપીને રવાના કરી દેવાયા છે.