સાળંગપુરમાં હનુમાન દાદાને કરાયો નાગરવેલ અને આકડાના પાનનો શણગાર, PHOTOs

Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને નાગરવેલના પાન અને આકડાનાં ફુલનો દિવ્ય શણગાર કરાયો.અધિક શ્રાવણ માસને એકાદશીના પવિત્ર શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી

1/4
image

લાખૌ હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર. અહિ આજે હનુમાનજી દાદાને નાગરવેલના પાન અને આકડાનાં ફુલનો દિવ્ય શણગાર કરાયો છે અને પાનબીડાનો અન્નકુટ ધરાવાયો છે ત્યારે વહેલી સવારથી ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.

2/4
image

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ કિંગ ઓફ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરઆવેલું છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ભવ્યતા થી ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે ત્યારે આજે અધિક શ્રાવણ માસ અનેએકાદશીના પવિત્ર શનિવાર ના દિવસે હનુમાનજી દાદાને નાગરવેલના પાન અને આકડાનાં ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. તેમજ દાદાને પાનબીડાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે. 

3/4
image

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરે આજે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે અને ભક્તોએ દાદાના દર્શન કરવા લાંબી લાઈનો લગાવી છે ત્યારે દાદાના દિવ્ય શણગાર ના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

4/4
image

દર ત્રણ વર્ષે અધિક માસ આવતો હોય છે ત્યારે અધિકમાસ આજે કરેલું શત કર્મ અનેક ગણું પૂણ્ય અને ફળ આપે છે ત્યારે આજેએકાદશી અને શનિવાર ભેગો છે એટલે આજે કરેલ ઉપવાસ સત્યનારાયણ ભગવાનની કથા અનેક ગણું પૂણ્યઆપે છે