ગુજરાત બાદ ભોપાલમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનમાં કેવી છે વિશેષ સુવિધાઓ? Photo જોઈ આંખો અંજાઈ જશે!

ગુજરાતના ગાંધીનગરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવ્યા બાદ હવે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રાની કમલાપતિ રેલવે સ્ટેશન એકદમ એરપોર્ટ જેવુ દેખાય છે.  મધ્ય પ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાની કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે. આ તકે તેમણે એક ટ્રેનને લીલી ઝંડી દેખાડીને રવાના કરી છે. પીએમ મોદીએ ઉદ્ઘાટન બાદ કહ્યુ કે, નામ બદલવાથી સ્ટેશનનું મહત્વ વધી જાય છે. મહત્વનું છે કે આ સ્ટેશનનું નામ પહેલા હબીબગંઝ રેલવે સ્ટેશન હતું, જેને બદલીને હવે રાની કમલાપતિ કરી દેવામાં આવ્યું છે. સ્ટેશનને વર્લ્ડ ક્લાક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેશનમાં લોકોને એરપોર્ટ જેવી સુવિધા મળશે. 

1/10
image

હબીબગંજ રેલવે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ પુર્નવિકાસ કાર્ય પૂરું થતા તેનું નામકરણ કરીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન સાથે દેશને સમર્પિત કરવામાં આવ્યું છે.  પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસમાં સામેલ થયા બાદ તેનું લોકાર્પણ કર્યું છે. આ રેલવે સ્ટેશનની ભવ્યતા તેની તસવીરોથી સ્પષ્ટ છલકે છે. આ સ્ટેશન પર મુસાફરોની સુગમતાને ધ્યાનમાં રાખીને અનેક એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ઠેર ઠેર એલઈડી પણ લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા ટ્રેનોની અવરજવરની જાણકારી મળશે. 

2/10
image

ગૌંડ સામ્રાજ્યના બહાદુર અને નીડર રાણી કમલાપતિના નામ પર નવીનીકરણ થયેલું રાણી કમલાપતિ રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશનું પહેલું વિશ્વ સ્તરનું રેલવે સ્ટેશન છે. જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડમાં પુર્નવિકાસ, સ્ટેશનને આધુનિક વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે એક લીલા રંગની ઈમારત તરીકે ડિઝાઈન કરાયું છે જે દિવ્યાંગજનો માટે ગતિશિલતામાં સરળતાનું પણ ધ્યાન રાખે છે. સ્ટેશનને એકીકૃત-મલ્ટી મોડલ પરિવહનના બહ તરીકે પણ વિક્સિત કરાયું છે. 

3/10
image

અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 15 નવેમ્બરે આનુ આજે તેનું ઉદ્ધાટન થયું છે. રાની કમલાપતિ સ્ટેશનને સમગ્ર રીતે રી-ડેવલપ કરવામાં આવ્યુ છે. આ સ્ટેશનમાં એક એર કૉન્કોર્સ છે, જેમાં એરપોર્ટની જેમ દુકાન અને કૈફેટેરિયા છે. આ રેલવે સ્ટેશનમાં 900 મુસાફર એર કૉન્કોરમાં બેસી શકે છે. અને એક પ્લેટફોર્મ પર 2000 હજાર મુસાફર ટ્રેનોની રાહ જોઈ શકે છે. બે સબ-વે પણ બનાવાયા છે. એક સાથે 1500 મુસાફર આ અંડરગ્રાઉન્ડ સબ-વે થી પસાર થઈ શકશે. ભારતીય રેલવે સ્ટેશનની ભીડભાડથી અલગ અને એકદમ અલગ વર્લ્ડ ક્લાસ સ્ટેશન છે.

4/10
image

દેશના પહેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની તસવીર દ્વારા જાણીએ રાની કમલાપતિ રેલવે સ્ટેશનની ખાસિયતની વાત નીચે પ્રમાણે છે. રાની કમલાપતિ સ્ટેશન દેશનુ પહેલુ સ્ટેશન છે. અહીંથી જનાર અને આવનાર મુસાફરને અલગ રસ્તો મળશે. દેશમાં પહેલીવાર અહીં 36 ફૂટ પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનાથી લોકો સરળતાથી પસાર થઈ શકશે. 

5/10
image

રેલવે સ્ટેશનની અંદર એર કૉનકોર્સ એરપોર્ટની જેમ બનેલો જોવા મળી રહ્યો છે. એર કૉનકોર્સ 84 મીટર લાંબો 36 મીટર પહોળો છે. રાની કમલાપતિ સ્ટેશનની આ એર કૉન્કોર્સમાં 900 મુસાફર બેસી શકે છે. દેશના પહેલુ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન લગભગ 450 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image