Guinness Book માં નોંધાયેલાં છે આ Bollywood Stars ના નામ, કારણ જાણીને તમને પણ થશે આશ્ચર્ય
નવી દિલ્લીઃ હિન્દી સિનેમાનાં 100 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ તેનું જાદુ આજે પણ પ્રેક્ષકો પર છવાઈ રહ્યો છે. બોલિવૂડમાં કમર્શિયલ અને નોન-કમર્શિયલ ફિલ્મો આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. બોલિવૂડ સ્ટાર્સની ગ્લેમર લાઇફ અને તેમની સ્ટાઈલનાં બધા કાયલ રહે છે. ચાહકો પણ તેમના મનપસંદ સ્ટારની નકલ કરવા માટે પ્રયત્ન કરે છે. તેની ગ્લેમરસ જીવનશૈલી ફેનને આકર્ષિત કરે છે. તમે એવી ઘણી બોલિવૂડ હસ્તીઓને જાણતા હશો કે જેને દર વર્ષે વિવિધ એવોર્ડથી નવાજવામાં આવે છે પછી ભલે તે નેશનલ એવોર્ડ હોય કે ફિલ્મ એવોર્ડ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મી ઉદ્યોગમાં કેટલાક સ્ટાર્સ છે, જેમના નામ ગિનીસ બુકમાં સૂચિબદ્ધ છે. હવે તમારા મગજમાં સવાલ એ આવી રહ્યો હશે કે, તેમણે એવુ શું પરાક્રમ કર્યુ છે, કે જેનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો. તો ચાલો અમે તમને આવા બોલીવુડ સ્ટાર્સની એવી ઉપલબ્ધિ જણાવીએ કે જેના કારણે તેમના નામ ગિનીસ બુકમાં નોંધાયા છે.
Amitabh Bachchan
આ યાદીમાં પ્રથમ નામ સદીના મહાન નાયક અમિતાભ બચ્ચનનું છે. અમિતાભ બચ્ચનનું નામ ગિનીસ બુકમાં એટલા માટે છે, કારણકે શ્રીહનુમાન ચાલીસા ગાનારા તેઓ બોલિવૂડનાં પહેલાં અભિનેતા છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન એકમાત્ર એવા અભિનેતા છે જેમણે બોલીવુડના 13 ગાયકો સાથે મળીને હનુમાન ચાલીસા ગાઈ છે.
Abhishek Bachchan
ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ફક્ત અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચનનું નામ પણ નોંધાયેલું છે. પોતાની ફિલ્મ દિલ્હી 6 ના પ્રમોશન માટે અભિષેક બચ્ચને 12 કલાકમાં 1800 કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. 12 કલાક સુધી ઘણાં શહેરો ફરી ફરીને પ્રમોશન કરવા બદલ અભિષેક બચ્ચનનું નામ ગિનીસ બુકમાં નોંધવામાં આવ્યું.
રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા
Kumar Sanu
આ યાદીમાં બોલિવૂડના પ્લેબેક સિંગર કુમાર સાનુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 1993માં એક જ દિવસમાં 28 ગીતો ગાવા બદલ કુમાર સાનુને આ એવોર્ડ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કુમાર સાનુના અત્યાર સુધીના તમામ ગીતો ખૂબ સુપરહિટ રહ્યા છે. નોંધનીય છે કે, બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીના ગીતોના બાદથી કુમાર સાનુની ખ્યાતિમાં વધારો થયો હતો.
Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી
Katrina Kaif
આ યાદીમાં સલમાન ખાન અને રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ અને લાખો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી કેટરિના કૈફનું નામ પણ શામેલ છે. સૌથી વધુ ફી વસુલવાનાં કારણે 2013માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં કેટરીનાનું નામ નોંધાયું હતું. કેટરીનાએ એક ફિલ્મ માટે ફી પેટે દસ કરોડ ડોલર લીધા હતા.
Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!
Jagdish Raj
ફિલ્મોમાં પોલીસની ભૂમિકા ક્યારેક સકારાત્મક તો ક્યારેક નકારાત્મક હોય છે. ઘણા બધા અભિનેતાઓને પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા દ્વારા ઓળખવામાં આવે છે. જગદીશ રાજ પણ આવા જ એક અભિનેતા છે. તેમણે 144 ફિલ્મોમાં પોલીસ નિરીક્ષકની ભૂમિકા ભજવી હતી. આ માટે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.
Aishwarya Rai ની એક નહીં પણ અનેક છે હમશકલ, તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો
Bahubali
2015ની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા બાદ આજે પોતે એક રેકોર્ડ બની ગઈ છે. ફિલ્મની સફળતાને જોતા, ફિલ્મી જગતના ઇતિહાસમાં બાહુબલી ફિલ્મનું સૌથી મોટું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું. જે પચાસ હજાર ચોરસફૂટથી પણ મોટું હતું. જેને કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
શું તમે મહિલાઓના આ અંગેના નામ જાણો છો? ઘણી મહિલાઓને પોતાને પણ નથી હોતી ખબર!
Shahrukh Khan
શાહરૂખ ખાનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં દુનિયામાં સૌથી વધુ કમાણી કરવાની રેસમાં શાહરૂખ ખાન સૌથી આગળ હતા. આ વર્ષે તેમણે લગભગ 220 કરોડની કમાણી કરી છે.
આટલા મોંઘા મંગળસૂત્ર પહેરે છે બોલીવુડની હિરોઈનો, કિંમત સાંભળીને આવી જશે ચક્કર..
Lalita Pawar
અભિનેત્રીની નકારાત્મક ભૂમિકામાં જોરદાર અભિનય માટે જાણીતી બનેલી અભિનેત્રી લલિતા પવાર પણ આ રેસમાં છે. તમને જણાવી દઈએ કે લલિતા પવારે બાર વર્ષની ઉંમરથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને 70 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં 700થી વધુ ફિલ્મોમાં સતત કામ કર્યું છે. લલિતા પવાર એકમાત્ર એવી અભિનેત્રી છે કે જેમણે સતત 70 વર્ષ સુધી બોલિવૂડમાં કામ કર્યું.
IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!
Aasha Bhosale
કોકિલ કંઠી લત્તા મંગેશકરની બહેન અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેએ પણ આ ટાઈટલ પોતાના નામે કર્યુ છે. આશા ભોંસલેએ વીસથી વધુ ભાષાઓમાં અગિયાર હજારથી વધુ ગીતો ગાઈને પોતાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે.
SECOND HAND CAR: શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો, તો એકવાર આ ગાડીઓ પર નજર કરો
Trending Photos