ગજબ ભેજું...ફિલ્મોના સેટ પર કોન્ડોમનો થાય છે પુષ્કળ ઉપયોગ! કારણ જાણી મગજ ચક્કર ખાઈ જશે

ફેસબુક પર એક્ટર રાજૂ શ્રેષ્ઠા ઉર્ફે માસ્ટર રાજૂએ એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે કોન્ડોમનો ઉપયોગ ખાસ કરીને કયા કામ માટે કરાય છે. જાણો વિગતો. 

ફિલ્મોના એક્શન સીન્સ પર મોટો ખુલાસો

1/6
image

ફિલ્મો અને ટીવી શોમાં ફિલ્માવવામાં આવતા એક્શન દ્રશ્યો અંગે એક મોટો દાવો સામે આવ્યો છે. આ દાવો ખાસ કરીને ફિલ્મોમાં ગોળી વાગતા દ્રશ્યો વિશે છે. 

કેવી રીતે શૂટ થાય છે ગોળી વાગતા દ્રશ્યો

2/6
image

ફેસબુક પર એક્ટર રાજૂ શ્રેષ્ઠા ઉર્ફે માસ્ટર રાજૂએ એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે ફિલ્મોમાં ગોળી વાગ્યા બાદ લોહીવાળા દ્રશ્યોને કેવી રીતે ફિલ્માવવામાં આવે છે.   

કોન્ડોમનો ઉપયોગ

3/6
image

માસ્ટર રાજૂના જણાવ્યાં મુજબ ગોળીવાળા દ્રશ્યોમાં કોન્ડોમની મોટી ભૂમિકા હોય છે. આ કોન્ડોમમાં લોહી  (લોહી જેવું પ્રવાહી) ભરીને કોસ્ચ્યુમની અંદર છૂપાવવામાં આવે છે. જે ગોળી વાગતા જ ફાટે છે અને શરીરમાંથી લોહી નીકળતું દેખાય છે. 

કોન્ડોમ ફોડવા માટે આ રીત

4/6
image

માસ્ટર રાજૂના વીડિયોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે એક્ટરના કપડાની અંદર લોહી (લોહી જેવું પ્રવાહી) ભરીને કોન્ડોમ છૂપાવવામાં આવે છે અને શૂટ દરમિયાન એક બેટરીથી સંચાલિત ફટાકડાથી તેને ફોડવામાં આવે છે. 

કેવી રીતે કામ કરે છે આ ફટાકડો

5/6
image

લાંબા વાયરનો એક ભાગ કોન્ડોમમાં લાગેલા ફટાકડા અને બીજો છેડો બેટરી સાથે જોડવામાં આવે છે. ગોળી વાગવાની એક્શન સાથે જ ટેક્નિશિયન પાવર સપ્લાય કરે છે, જેનાથી ફટાકડો ફૂટે અને ત્યારબાદ કોન્ડોમ ફાટે છે. 

કોન્ડોમનો ઉપયોગ કેમ

6/6
image

આવી દ્રશ્યો માટે એક મજબૂત અને પાતળા રબરની જરૂર હોય છે. સામાન્ય ફુગ્ગો ગમે ત્યારે ફૂટી જવાનો ડર રહે છે. જ્યારે કોન્ડોમ આ મામલે વધુ ટકાઉ હોય છે. આથી આવા દ્રશ્યોમાં તેનો ઉપયોગ થાય છે.