Bollywood ના નિર્માતાઓ પર સાઉથની આ ફિલ્મોના કારણે થઈ રહ્યો છે પૈસાનો વરસાદ

બોલીવુડના નિર્માતાઓની હિટની સ્ટ્રેટેજી એટલે સાઉથની ફિલ્મોનું રિમેક. હાલ સમય એવો આવ્યો છેકે, મોટેભાગે સાઉથની રિમેકથી ચાલી રહ્યું છે બોલીવુડનું કામ. સાઉથની રિમેકથી બોલીવુડમાં નિર્માતાઓ પર હાલ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ વર્ષે 13 જાન્યુઆરીએ તામિલ ફિલ્મ માસ્ટર રિલીઝ થઈ અને અત્યારસુધીમાં આ મૂવી 250 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. આ મૂવી રિલીઝ થતાંની સાથે જ કેટલાક બોલીવુડના નિર્માતાઓ આના હિન્દી રિમેકના રાઈટ્સ મેળવવા માટે તલ પાપડ થઈ રહ્યા છે. આ પિક્ચરના રાઈટ્સ 8 કરોડમાં વહેંચાઈ ચુક્યા છે. સાઉથમાં હિટ થવા વાળી તમામ ફિલ્મો સાથે આવું જ થઈ રહ્યું છે. બોલીવુડ હાલમાં તો આ ફિલ્મોના રિમેકથી ચાલી રહી હોય તેવું જ લાગી રહ્યું છે. 2021માં પણ 'તડપ' અને 'જર્સી' જેવી ફિલ્મો જોવા મળશે. જે સાઉથની હિટ મૂવીના રિમેક છે.


 

બોલીવુડ નિર્માતાઓની નજર સાઉથની ફિલ્મો પર ટકી  

1/6
image

બોલીવુડના મોટાભાગના નિર્માતાઓની નજર હાલના દિવસોમાં સાઉથની હિટ ફિલ્મો પર છે. જ્યાં સાઉથની કોઈ ફિલ્મ હિટ થઈ, ત્યાં બોલીવુડના નિર્માતાઓ તેના રાઈટ્સ ખરીદવા માટે પહોંચી જાય છે. એટલે જ જ્યારે 'માસ્ટર' હિટ થઈ ત્યારે બોલીવુડના નિર્માતાઓ વચ્ચે તેના રાઈટ્સ ખરીદવા માટેની રેસ લાગી હતી. નિર્માતા કરણ જોહર આ ફિલ્મના હિન્દી રિમેકના રાઈટ્સ લેવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ, નિર્માતા મુરાદ ખેતાનીએ આ 'માસ્ટર' ફિલ્મના રાઈટ્સ 8 કરોડમાં ખરીદ્યા હતા. ખેતાની સોની ટીવી સાથે 'મુબારકાં', ટિ સિરીઝ સાથે 'કબીર સિંહ' જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે. અને હાલમાં તેઓ ટિ સિરીઝ સાથે 'ભૂલ ભુલૈયા 2' બનાવી રહ્યા છે. જ્યારે, 2017ની તામિલ ફિલ્મ 'વિક્રમ વેધા'ની રિમેકમાં સૈફ અલી ખાન અને આમિર ખાન સાથે કામ કરતા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. બોની કપુરે પણ તેલુગુ ફિલ્મ 'એફ2 ફન એન્ડ ફ્રસ્ટ્રેશન'ના રાઈટ્સ મેળવ્યા છે.

 

'અય્યપન કશિયમ'ના હિન્દી રિમેકના રાઈટ્સ ખરીદ્યા

2/6
image

જોન અબ્રાહમે 2020માં હિટ થયેલી મલયાલમ ફિલ્મ 'અય્યપન કશિયમ'ના હિન્દી રિમેકના રાઈટ્સ ખરીદ્યા છે. ત્યારે, અજય દેવગણે તામિલ થ્રીલર 'કૈથી' પર હિન્દી ફિલ્મ બનાવવા માંગે છે. કરણ જોહર તેલુગૂ ફિલ્મ 'ડિયર કોમરેડ'નું રિમેક શાહિદ કપૂર સાથે બનાવવા રાઈટ્સ ખરીદ્યા છે. એટલે વાત કરવામાં આવે તો બોલીવુડના નિર્માતાઓ સાઉથની ફિલ્મોના રિમેક બનાવવામાં જ વધારે રસ દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

તામિલ ફિલ્મ 'કૈથી' અજય દેવગણને ખૂબ જ ગમી હતી

3/6
image

તામિલ ફિલ્મ 'કૈથી' અજય દેવગણને ખૂબ જ ગમી હતી. જેના પગલે તાત્કાલિક જ તેણે આ ફિલ્મના રાઈટ્સ ખરીદી લીધા હતા. જ્યારે, જોન અબ્રાહમ મલયાલમ ફિલ્મ 'અય્યપન કશિયમ' પર લટ્ટુ છે અને તે તેની હિન્દી રિમેક બનાવી રહ્યો છે. 'ભાગમતિ' તામિલ અને તેલુગૂમાં હિટ થઈ હતી તો બોલીવુડના નિર્માતાઓએ આ ફિલ્મનું રિમેક 'દુર્ગામતી' બનાવી નાખ્યું.

આ વર્ષે કોણ કઈ ફિલ્મનું રિમેક બનાવી રહ્યું છે

4/6
image

- સાજિદ નડીયાદવાલા તેલુગૂ ફિલ્મ 'RX100'ની રિમેક 'તપડ' નામથી હિન્દી મૂવી બનાવી રહ્યા છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. - શાહિદ કપૂરને લઈને 2019માં રિલીઝ થયેલી તેલુગૂ ફિલ્મ 'જર્સી' એ જ નામથી રિલીઝ થશે. આ એક - ઈમોશનલ ક્રિકેટ મૂવી છે. જે નવેમ્બરમાં રિલીઝ થશે. - અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' પણ તામિલ ફિલ્મ 'વીરમ'ની રિમેક છે. - 2020માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ 'અંજામ પૈથીરા'ની રિમેકમાં સલમાન ખાન કામ કરી રહ્યા છે. - તેલુગૂ ફિલ્મ 'વૈકુંઠાપુરમુલ્લો'ની રિમેકમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. - 'ટેક્સી વાલા'ની રિમેકમાં ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે જોવા મળશે. - સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી પણ તેલુગૂ મૂવીનું રિમેક છે. જે ચાર ભાઈઓની સ્ટોરી છે. - જ્યારે, સની દેઓલના પુત્ર કરણ દેઓલ પણ એક સાઉથની રિમેકથી જ ડેબ્યુ કરી રહ્યો છે.

રિમેક એટલે હિટ

5/6
image

1989ની મલયાલ્મ ફિલ્મ 'રામોજીરાવ સ્પીકિંગ' પર બની ફિલ્મ 'હેરાફેરી'એ અક્ષય કુમારનું કરિયર ચમકાવી દિધું હતું. આ જ કામ અજય દેવગણની હિલ્મ 'સિંઘમ'એ અજય સાથે કર્યું હતું. સલમાન ખાનને પણ 'વોન્ટેડ' અને 'બોડીગાર્ડ' જેવી ફિલ્મોથી સફળતા મળી હતી. જ્યારે, તેલુગૂ ફિલ્મ 'ટેમ્પર' પર બનેલી રણવીર સિંહની રિમેક 'સિંબા'એ પણ 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે, 60 કરોડમાં બનેલી આમિર ખાનની 'ગજની' પણ 250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મોટેભાગની રિમેક અત્યારસુધીમાં હિટ જ થઈ છે.

કેમ નિર્માતાઓ બનાવી રહ્યા છે રિમેક

6/6
image

સાઉથની હિટ ફિલ્મોનું રિમેક બનાવવા હિન્દી ફિલ્મોના નિર્માતાઓ અને કલાકારો જોર મુકી રહ્યા છે. કેમ કે આ ફિલ્મોમાં રિસ્ક ફેક્ટર બહુ ઓછું છે. કેમ કે સ્ટોરી વિશે ઓડિયન્સવનું રિએક્શન કેવું છે તે પહેલાં જ ખબર પડી જતી હોઈ છે. જેને ધ્યાનમાં રાખીને ફિલ્મોનું રિમેક થતાં લોસ ફેક્ટર પણ ઘટી જાય છે.