છૂટાછેડાના 10 વર્ષ બાદ ફરી દુલ્હન બની કપૂર ગર્લ, જાણો વરમાળાથી ચોરીના ચાર ફેરા સુધીની અંદરની કહાની

મુંબઈઃ બોલીવુડની ગાયીકા કનિકા કપૂરને ઓળખાણની કોઈ જરૂર નથી. પોતાના અવાજથી દર્શકોના મન જીતવામાં કનિકા કૂપર માહિર છે. પરંતુ કનિકા કપૂરે હવે ચોરીના ચાર ફેરા લઈ ફરી લગ્ન જીવનની શરૂઆત કરી છે. લંડનમાં NRI બિજનેશમેન ગૌતમ સાથે કનિકા કપૂરે લગ્ન કર્યા છે. જેના કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે. છૂટાછેડાના 10 વર્ષ બાદ ફરી લગ્ન કર્યાની તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

કનિકાને લુકે ચોંકાવ્યા-

1/8
image

લગ્નની તસવીરો અને વીડિયોમાં સૌથી વધુ લોકોને કનિકા કપૂરના લુકે ચોંકાવ્યા છે. લગ્નમાં કનિકા કપૂરે લાઈટ પિંક કલરનો સુંદર ઘરચોળો પહેર્યો છે. જેની હાલ ખુબ જ ચર્ચા થઈ રહી છે.

હીરાથી આપ્યો રોયલ ટચ-

2/8
image

દુલ્હનના પોશાકમાં કનિકા કપૂર કોઈ રાજકુમારી જેવી લાગી રહી છે. 43 વર્ષની ઉંમરે કનિકા કપૂરે બીજા લગ્ન કર્યા છે. જેમાં કનિકાએ હીરાના મોટા મોટા ઘરેણાથી પોતાના લુકને રોયલ ટચ આપ્યો છે. 

ગૌતમ સાથેને કેમેસ્ટ્રીએ જીત્યા દિલ-

3/8
image

કનિકા કપૂરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. જેમાં કનિકા કપૂર અને ગૌતમની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. જો કે લગ્નમાં કનિકા અને ગૌતમે માત્રા નજીકના માણસો અને પરિવારજનોને જ બોલાવ્યા હતા.

 

લંડનના બિજનેશમેન છે ગૌતમ-

4/8
image

કનિકા કપૂરે જેની સાથે લગ્ન કર્યા છે તે લંડનનો મોટો બિજનેશમેન છે. NRI બિજનેશમેન ગૌતમ સાથે કનિકાની જોડી ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.

 

ઉત્સાહભેર વિધિમાં લીધો ભાગ-

5/8
image

ચોરીના ચાર ફેરા સુધીની લગ્નની તમામ વિધિમાં કનિકા અને ગૌતમના ચહેરા પર ખુબ ઉત્સાહ જોવા મળ્યો. લીપ લોક કરતા વરરાજા અને કન્યાના ફોટા સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યા છે. ત્યારે કનિકા અને ગૌતમ હાલ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

હોટ લુકમાં વરરાજા અને કન્યા-

6/8
image

લગ્નના ફોટામાં કનિકા પોતાના લુકથી આગ લગાવી રહી છે. તો વરરાજા ગૌતમ પણ લુકના મામલામાં પાછળ નથી. કનિકા અને ગૌતમ લુકમાં એકબીજાને મજબૂત ટક્કર આપી રહ્યા છે.

મસ્તી કરતા જોવા મળ્યા વર-વધૂ-

7/8
image

વરમાળાની વિધિમાં કનિકા કપૂર અને ગૌતમ ખુબ જ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. કનિકા અને ગૌતમની બોન્ડિંગ ફેન્સને પસંદ આવી રહી છે.

ગીતથી બદલાઈ કિસ્મત-

8/8
image

કનિકા કપૂરે પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ મુંબઈમાં આવી ગઈ હતી. જ્યાં કનિકા કપૂરે પોતાનું જુગની જી ગીત રિલીઝ કર્યું હતું. જો કે આ ગીતને દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું. જીગની જી ગીતથી કનિકા કપૂરની કિસ્મત બદલાઈ. જેથી આજે કનિકા કપૂરને કોઈ ઓળખાણ આપવની જરૂર નથી રહી.