Sam Manekshaw: ઈન્દિરા જેના કરતા હતા વખાણ...જે પાકિસ્તાન માટે હતા કાળ, જાણો સામ બહાદૂરની કહાની

Indian Army: આજે 3 એપ્રિલના રોજ થયો હતો ભારતીય સેનાના સૌથી મહાન સૈન્ય અધિકારીનો જન્મ. નામ છે સેમ માણેકશા ઉર્ફે સેમ બહાદુર. ત્યારે તેમના જીવન વિશે જાણીએ રોચક વાતો. તેમણે તેમની બહાદુરી, વ્યૂહાત્મક કુશળતા અને નેતૃત્વ દ્વારા ભારતને અનેક યુદ્ધોમાં જીત હાંસલ કરી હતી. 

1/6
image

Sam Manekshaw: સેમ બહાદુર એક એવા સેના અધિકારી કે જેમણે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીતવામાં જબરદસ્ત ભૂમિકા ભજવી હતી. સેમ બહાદુર એક એવા સૈન્ય અધિકારી છે જેની બહાદુરીની ખુદ તે સમયે દેશના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પણ વખાણ કરતા હતાં. સેનાના જવાનો તેમને પોતાના જીવ કરતા પણ વધુ વહાલા હતા. સેમ હોર્મુઝજી ફ્રાનમજી જમસેદજી માણેકશા હતુ એ સેના નાયકનું આખું નામ.પંજાબના અમૃતસર જિલ્લામાં 3 એપ્રિલ 1914ના રોજ જન્મેલા સેમ માણેકશોને ભારતીય સેનાના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત અધિકારી ગણવામાં આવે છે. સેનાના આ અધિકારીને સેમ બહાદૂર, સામ અથવા સામ બહાદુર કહેવામાં આવતા હતા. 

2/6
image

માણેકશા ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનની પ્રથમ બેચનો હિસ્સો હતા. તેમણે યુદ્ધના મેદાનમાં અને ભારતીય સેનામાં હાંસલ કરેલી સિદ્ધિઓની આજે પણ ચર્ચા થાય છે. તાજેતરમાં તેમના પર બનેલી ફિલ્મ સામ બહાદુરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. જેમાં વિક્કી કોશલે બખુબી તેમની ભૂમિકા ભજવી હતી.

3/6
image

સામ બહાદુર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના શિલ્પી હતા. તેમની મદદ થી જ ઈન્દિરા ગાંધી પાકિસ્તાનના બે ટુકડા કરી શક્યા હતા. માણેકશા અત્યંત ડેકોરેટેડ આર્મી ઓફિસર હતા. અને તેઓ આખી જિંદગી ભારતીય બંધારણ અને સેના પ્રત્યે જવાબદાર રહ્યા હતા. માણેકશાની 4 દાયકાની સૈન્ય કારકિર્દીમાં 5 યુદ્ધોનો સમાવેશ થાય છે અને તેમને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા.

4/6
image

માણેકશાએ 1932માં ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં એડમિશન લીધું અને બે વર્ષ પછી સેનામાં જોડાયા. તેમણે આઝાદી સમયે જમ્મુ-કાશ્મીરમાં પણ ઉત્તમ કામ કર્યું હતું. આ પછી 1971ના યુદ્ધમાં તેમણે ઈન્ડિયન આર્મીનો આખો ઈતિહાસ બદલી નાખ્યો અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો.

5/6
image

મહાન વ્યક્તિત્વ, જુસ્સાદાર વાણી અને શક્તિશાળી ચાલ, સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ તેમને જોઈને હંમેશા એલર્ટ થઈ જતા. ઈન્દિરા ગાંધીને તેમની કાર્યશૈલી ખૂબ જ ગમતી હતી. તેમને જોતા જ તમારામાં પણ એક જુસ્સો આવી જાય તેવી છે તેમની તસવીર.

6/6
image

સેમ માણેકશા ભારતના ઈતિહાસના મહાન સૈન્ય અધિકારીઓ હોવાની સાથે સાથે તેમણે દેશ માટે ઘણાં મોટા કામો કર્યા છે. તેમની બહાદુરી, વ્યૂહાત્મક કુશળતા અને નેતૃત્વ દ્વારા ભારતને યુદ્ધોમાં વિજય અપાવ્યો હતો. માણેકશાને આજના દિવસે એટલેકે, (3 એપ્રિલ) પર તેમના જન્મદિવસના અવસરે સો સલામ.